પ્રિયંકા ચોપરાએ ઝી લે ઝરા ફિલ્મ માટે ના પાડી દીધી

  • July 03, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દેશી ગર્લ વિદેશી મેમ હવે આલિયા, કેટરીના સાથે નહીં દેખાય
  • લાંબા સમયથી ઝોયા ઝોયા-ફરહાન અખ્તરની ફિલ્મ અટકેલી છે


બોલીવૂડની દેશી ગર્લ વિદેશી મેમ પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ ફિગર બની ગઇ છે. તાજેતરમાં તે ભારતમાં કામ માટે આવી હતી. પરંતુ તેને કંઇ ખાસ સફળતા મળી નહીં. તેની કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ જી લે ઝરાની જાહેરાત ઘણા સમયથી થયેલી છે. પરંતુ કામ હજી સુધી શરૂ નથી થઈ શક્યું. કોઈકને કોઈક કારણોસર આ ફિલ્મ લંબાતી જ જાય છે.

 

હવે સમાચાર એ આવ્યા છે કે, પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે, પણ હવે પ્રિયંકાએ હાથ પાછા ખેંચી લેતા હવે તેની જગ્યાએ કઈ હિરોઈન જોવા મળશે તેની પર સૌની નજર છે. ફેન્સ આ ત્રણેય અભિનેત્રીઓને ઓનસ્ક્રીન એકસાથે જોવા માટે ઉત્સુક હતા.


 છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ હવે અટકી ગઈ છે. ફરહાન અખ્તર તો આ ફિલ્મ બનાવવા માગે છે, પરંતુ ત્રણેય અભિનેત્રીઓની ડેટના કારણે આનું શૂટિંગ થઈ શક્યું નહીં. હવે પ્રિયંકા ચોપરાની જગ્યાએ આ ફિલ્મમાં અનુષ્કા શર્મા કે પછી કિઆરા અડવાણી જોવા મળી શકે છે. કારણ કે, આ બંને અત્યારે બોલીવુડની ટોપની હિરોઈન છે.


પ્રિયંકા ચોપરા અત્યારે તેની હોલીવુડ ફિલ્મોના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જ્યારે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ પોતપોતાની આવનારી ફિલ્મોમાં વ્યસ્ત છે. પ્રિયંકા હવે આ ફિલ્મ નહીં કરે તો તેની જગ્યાએ બીજી હિરોઈનને લેવામાં આવશે. જોકે, આ માટેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. અત્યારે તો પ્રિયંકાએ આ ફિલ્મને ના પાડતા તેને ફેન્સ નિરાશ થઈ ગયા છે.

 


આ ફિલ્મનો નિર્દેશક ફરહાન અખ્તર ઘણા સમયથી ત્રણેય હિરોઈનને એકસાથે લાવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ તે શક્ય નથી બની શક્યું. એટલે હવે ફરહાન અખ્તર અત્યારે આમિર ખાન સાથે વાત કરી રહ્યો છે. આમિર ખાન પોતાના પ્રોડક્શન્સમાં ચેમ્પિયન્સ ફિલ્મની રિમેક બનાવી રહ્યો છે, જે ઝેવિયર ફેસરની વર્ષ 2018 ચેમ્પિયન સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મમાં આમિર ખાન પહેલા સલમાન ખાનને લીડ રોલમાં લેવા માગતો હતો, પરંતુ તેની પણ તેની કેટલીક શરતોને કારણે વાત આગળ વધી નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application