પઠાન શાહરુખ ખાનને પ્રિયંકા ચોપરાનો સણસણતો જવાબ

  • March 16, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કિંગખાને હોલીવૂડમાં કામ નહીં કરવા અંગે નિવેદન કર્યું હતું
  • પીસીએ જવાબ આપ્યો-હું સફળતાનો બોજ લઇને ચાલતી નથી


 દેશી કુડીમાંથી વિદેશી મેમ બનેલી ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા જોનાસ તેની એક્ટિંગ અને બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ તેના કામથી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર બોલીવૂડ જ નહીં, દુનિયાની સૌથી સફળ એક્ટ્રેસિસમાંની એક છે. હોલીવૂડમાં તેના કામની હંમેશા ચર્ચા થાય છે. પરંતુ હવે તેણે બોલોવૂડના બાદશાહ શાહરૂખ ખાનના હોલીવૂડમાં કામ નહીં કરવાના સ્ટેટમેન્ટ પર પર રિએક્શન આપતા સણસણતો જવાબ આપ્યો છે. 

 લગ્ન પછી પ્રિયંકા ચોપરાનું સંપૂર્ણ ધ્યાન હોલિવૂડના પ્રોજેક્ટ્સ પર છે અને તે હિન્દી ફિલ્મો ખૂબ જ ઓછી કરી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની સ્કાય-ફાય સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં બિઝી છે. એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન પ્રિયંકા ચોપરાએ શાહરૂખ ખાનના હોલીવુડમાં કામ ન કરવા અંગેના સ્ટેટમેન્ટનો જવાબ આપ્યો.

શાહરૂખ ખાને તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે...

 જ્યારે હું અહીં કમ્ફર્ટેબલ છું ત્યારે મારે ત્યાં (હોલીવુડ) શા માટે જવું જોઈએ. 
 
શાહરૂખ ખાનના સ્ટેટમેન્ટ પર રિએક્શન આપતા પ્રિયંકા ચોપરાએ કહ્યું...

મારા માટે કમ્ફર્ટેબલ રહેવું બોરિંગ છે. હું ઘમંડી નથી, હું માત્ર સેલ્ફ અશ્યોર્ડ છું. જ્યારે હું સેટ પર જાઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું શું કરી રહી છું. મને મારા એક્ઝિક્યુટિવ્સ પાસેથી વેલિડેશનની જરૂરી નથી. હું ઓડિશન આપવા માંગુ છું, કામ કરવા માંગુ છું.

 પ્રિયંકા ચોપડાએ શાહરૂખ ખાનની સફળતા પર કટાક્ષ કર્યો, કહ્યું...

જ્યારે હું બીજા દેશમાં જાઉં છું ત્યારે મારી પીઠ પર મારી સફળતાનો ભાર સાથે લઇને નથી ચાલતી. પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી 'બેવોચ', 'ક્વોન્ટિકો' અને મેટ્રિક્સ-2 જેવા પ્રોજેક્ટ કર્યા છે. હોલીવુડમાં તે સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે.
 
 પ્રિયંકા ચોપરા પહેલા, બોલીવૂડના ઘણા એક્ટર્સ હોલિવૂડની ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ ઘણા એવા છે જેમણે બોલિવૂડમાં રહીને પોતાની કરિયરને રફતાર આપવાનો નિર્ણય લીધો છે.  એવા પણ  છે જેમણે હોલીવુડને બદલે બોલિવૂડમાં રહીને દર્શકોનું મનોરંજન કરવાનું નક્કી કર્યું.કિંગ દિલીપકુમાર અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. 
 
પ્રિયંકા ચોપરા તેની આગામી વેબ સીરિઝ સિટાડેલમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરાની આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 28 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ જો શાહરૂખ ખાનની વાત કરીએ તો પઠાણની સફળતા બાદ તે તેની આગામી ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત છે, જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application