ધ્રોલની બાવની નદીના પુલ પર ખાનગી બસે ઇકોને ઠોકર મારી

  • April 28, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉતારુ​​​​​​​ મહિલાને ફ્રેકચર સહિતની ઇજા : બસચાલક સામે રાવ

ધ્રોલના બાવની નદીના પુલ ઉપર અઠવાડીયા પહેલા ખાનગી બસે ઇકોને ઠોકર મારતા એક મહિલાને ફ્રેકચર સહિતની ઇજા પહોચી હતી જે અંગે બસચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

ધ્રોલના ચામુંડા પ્લોટ ખાતે રહેતા વજીબેન લખમણભાઇ વરુ​​​​​​​ (ઉ.વ.૪૦) નામના મહિલાએ ધ્રોલ પોલીસમાં પ્રાઇવેટ બસ નં. એ-આર-૨૦-ઇ-૬૪૦૭ના ચાલક સામે ફરીયાદ કરી હતી.

ગત તા. ૨૦ના રોજ રાજકોટ-જામનગર હાઇવે બાવની નદીના પુલ ઉપર ફરીયાદી વજીબેન ઇકો ગાડી નં. જીજે૧૦ડીએન-૮૪૪૯માં બેસી આંબા ભગતની જગ્યાએથી ધ્રોલ તરફ આવતા હતા ત્યારે ઉપરોકત ખાનગી બસના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ઇકોને પાછળથી ઠોકર મારી હતી, આ અકસ્માતમાં ફરીયાદીને હાંસડીમાં ફ્રેકચર, પડખા અને શરીરે ઇજા પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application