જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા ૫૦ મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિસુડીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે જ્યારે સાત થી આઠ વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં સાવ નજીવી ઈજા થયેલા મોરબીના ૮ અને જામનગરના ૧૨ પ્રવાસીઓને તેમના વતન પરત પહોંચાડવા માટે બનાસકાંઠાના કલેક્ટર વરૂણ બરનવાલ તથા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને જામનગર અને મોરબીના કલેકટર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ પાલનપુર મોઢેરા હાઈવે પર અંબાજીથી ૧૨ કીમી દુર બસ નં.જી જે ૧૪ ટી ૦૫૭૪ નો અકસ્માત થયો હતો. બસની બ્રેક ખરાબ થઈ જવાના લીધે ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ન લાગતાં ડીવાઈડર સાથે અથડાઈને બસ પલ્ટી ખાવાને લીધે આ અકસ્માત બનવા પામેલ છે. કોઈ માનવમૃત્યુ હજુ સુધી નોંધાયેલ નથી. સામાન્ય ઈજા થયેલ તમામ મુસાફરોને તેમના વતન પર જ પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech