વડાપ્રધાન વન તારા પહોંચ્યા...અંબાણી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

  • March 02, 2025 09:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના પ્રવાસને પગલે શનિવારે મોડી સાંજે જામનગર ખાતે પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર ખાતે તેમનું આગમન થયું હતું. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી PM મોદીનો રોડ શો યોજાયો હતો. PM મોદીએ કારની અંદરથી જ ત્યાં આવેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે રોડ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.




આજે રવિવારે પીએમમ મોદી વનતારાની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે. મહત્વપૂર્ણ છે કે, રિલાયન્સ ફાઉન્ડેશને વનતારા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા અને પુનર્વસન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

​​​​​​​



​​​​​​​આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. વનતારા ગુજરાતમાં જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સમાં રિલાયન્સ ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં ફેલાયેલું છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની 100થી વધુ પ્રજાતિઓ છે. તેઓ દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, રિલાયન્સ ફાઉન્ડેશને આ પ્રોજેક્ટ માટે બિન-લાભકારી અભિગમ અપનાવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application