ભારત દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનને ડર છે કે ભારત ફરી હુમલો કરી શકે છે. આ દરમિયાન, પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં પીએમએલએન (પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન) ના સાંસદ તાહિર ઇકબાલ રડવા લાગ્યા. પીએમએલએન એ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની પાર્ટી છે. તાહિર ઇકબાલે પાકિસ્તાની સંસદમાં કહ્યું કે અલ્લાહ આપણી રક્ષા કરે. આપણે મોટા ગુનેગાર છીએ, અમને માફ કરી દ્યો અલ્લાહ...હવે આ દેશને અલ્લાહ બચાવી શકશે.
ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સહિત ઘણા નેતાઓ ભારતની કાર્યવાહીથી ડરી ગયા છે. બુધવારે (૭ મે ૨૦૨૫) ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતીય સેનાના અનેક લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
ભારતે પાકિસ્તાની મિસાઇલ તોડી પાડી
પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાંથી 7 શહેરો પંજાબમાં હતા. ભારતના S-400 એ પાકિસ્તાનની મિસાઇલને આકાશમાં જ તોડી પાડી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે (૮ મે, ૨૦૨૫) એક સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ભારત યોગ્ય જવાબ આપશે - સંરક્ષણ મંત્રી
સંરક્ષણ મંત્રીએ બેઠકમાં હાજર નેતાઓને એમ પણ કહ્યું કે આ એક ચાલુ કાર્યવાહી છે અને જો પાકિસ્તાન ભારતના લક્ષિત હુમલાના પગલે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો ભારત યોગ્ય જવાબ આપશે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના મુરીદકે બેઝનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech