રાજકોટ સિવિલ ખાતે પી.એમ.એસ.એસ.વાય(પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અન્વયે અનેકવિધ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં કેથલેબ, એમ.આર.આઇ. ઉપરાંત “સીટી સ્કેન સેન્ટર”ની વધુ એક સુવિધા પ્રધાનમંત્રીના હસ્તે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ ખુલ્લી મુકાવા જઈ રહી છે.
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જી.ઈ.વિપ્રો ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેનર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે છ કરોડ છે. આ મશીન થકી ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ(કાર્ડિયાક, પરફયુઝન, ઈન્ટરવેન્શન પ્રક્રિયા, કાર્ડિયાક કેલ્શિયમ) વગેરેનું હાઈ-સ્પીડ રેપીડ સ્કેનીંગ કરી શકાશે, તેમજ હાઈ રેઝોલ્યુશન ઈમેજ જનરેટ કરી શકાશે, આ સવલતોથી વધુ સારૂં નિદાન ગણતરીના સમયમાં કરી શકાશે.
આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સીટી સ્કેન માટે દર્દીઓને અન્ય ખાનગી લેબોરેટરીમાં જવું નહિ પડે, દર્દીઓને એક જ છત્રછાયા નીચે નિદાન તેમજ સારવાર મળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્પેસ સ્ટેશનમાં સર્જાઈ મુશ્કેલી, સુનિતા વિલિયમ્સ માટે ખતરો!
November 23, 2024 05:07 PMશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMફ્રીજમાં રાખેલા વાસી ભાતને ક્યારેય ફેંકશો નહીં, તે બચાવી શકે છે કેન્સર જેવી બીમારીઓથી
November 23, 2024 04:56 PMમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech