વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુરાનીના નિધન પર વ્યકત કર્યુ દુ:ખ

  • April 03, 2023 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના લેજન્ડરી ક્રિકેટ અને જામનગરની શાન સમા સલીમ દુરાનીનું નિધન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટવીટર મારફત શોક વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત સાથે દુરાનીનો ખુબ જ મજબુત અને જુનો જાતો રહ્યો હતો, તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે થોડુ વર્ષ રમ્યા હતાં, મને એમની સાથે મળવાનો અવસર મળ્યો હતો, તેઓ ખુબ જ વિનમ્ર સ્વભાવના હતાં, એમને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.
**
રાજયસભાના સાંસદ પરીમલ નથવાણીની દુરાનીને ક્રિકેટના આઇકોન ગણાવ્યા
લેજન્ડરી ક્રિકેટર સલીમ દુરાનીના નિધન બાદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી ત્યારે ગુજરાત અને દેશના ક્રિકેટ માટે મહત્વનું યોગદાન આપી રહેલા રાજયસભાના સાંસદ પરીમલ નથવાણીએ ટવીટ કરીને સલીમ દુરાનીને ક્રિકેટના આઇકોન ગણાવ્યા હતાં, એમણે કહ્યું હતું કે, દુરાની સિકસર કીંગ હતાં અને આક્રમક બેટીંગ એમની સ્ટાઇલ હતી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
**
કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમે આપી શબ્દોની અંજલી
દુરાનીના નિધન અંગે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેેલે ઘેરા શોકની લાગણી દર્શાવી હતી અને ફેસબુક પર શોક સંદેશો પાઠવીને કહ્યું હતું કે તેઓ જામનગર માટે ગૌરવ સમાન હતાં, પૂનમબેન માડમે પોતાના ટવીટર પર સલીમ દુરાનીને ક્રિકેટના લેજન્ડ ગણાવ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ એક મહાન ખેલાડી હોવા છતાં ધરતી પર પગ રાખીને ચાલતા હતાં, એમની આખી જીંદગી પ્રેરણાદાયી રહી હતી, પૂનમબેને ટવીટરમાં દુરાનીજી સાથેની જુદા-જુદા પ્રસંગની તસવીરો પણ શેર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application