વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતી કાલથી બે દિવસ ના ગુજરાતના પ્રવાસે છે આ બંનેમાં મહાનુભાવો બે દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી વહીવટી તત્રં ધંધે લાગી ગયું છે.જો કે વડાપ્રધાન દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે તો રાહત્પલ ગાંધી અમદાવાદ માં રહેવાના છે. આમ આવતી કાલથી બે દિવસ માટે બંને મહાનુભાવો ગુજરાતના મહેમાન બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવતીકાલ થી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.જેમા તેઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તત્રં દ્રારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી પૂર્ણતાને આરે આવી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તત્રં દ્રારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે.
બીજી તરફ તત્રં સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કયુ હતું. આવતીકાલે સુરતમાં લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે તેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તત્રં દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે ૭ મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૫૦ હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડસિકયોરિટી એકટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે.
લિંબાયતના હેલિપેડથી નીલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શો નુ આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા સમગ્ર ટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાજપ શાસકોએ પાલિકા અને તત્રં સાથે મળીને સ્થળ અને ટનું નિરીક્ષણ કયુ હતું. ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે ત્રીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.
બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતા રાહત્પલ ગાંધી આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રી રોકાણ પણ કરે તેવી સંભાવના છે કોઈ કાર્યકર્તા ના નિવાસ્થાને તેઓ રાત્રિ રોકાણ કરશે રાહત્પલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસમાં એક અનેરો ઉત્સાહ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રથમ બેઠક બાદ પ્રમુખ શકિતસિંહ ગોહિલ વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્ર્રીય નેતા શ્રેણીબદ્ધ બેઠકો હોદ્દેદારો સાથે બપોરે ભોજન સાથેની બેઠકનું આયોજન કરાયું છે પૂર્વ ધારાસભ્યો સાથે સાંજે બેઠક યોજાશે.શનિવારે રાહત્પલ ગાંધી સમાજના વિવિધ વર્ગના આગેવાનો સાથે બેઠક યોજશે પછી કાર્યકરો સાથે સંવાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે સલામતીના કારણોસર સ્થળ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના સબળ નેતૃત્વના અભાવને કારણે મોટી નુકસાની થઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને સંગઠનમાં પ્રોફેશનલ ટચ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
બે વર્ષ બાદ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા અને સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અત્યારથી અમલમાં મુકાશે તેનું મોનિટરિંગ રાષ્ટ્ર્રીય નેતૃત્વ દ્રારા સીધું કરાશે ગુજરાતમાં રચાનાર સંગઠનના મોડલની સફળતાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રાષ્ટ્ર્રીય સ્તરે તેને લાગુ કરાશે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech