સાંજે વડોદરામાં આગમન: કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્ર્રીય એકતા દિવસ અને દિવાળીની ઉજવણી: રૂપિયા ૨૮૪ કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ કરાશે
ગત સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે આવીને ગયા ત્યારબાદ ફરી તેઓ આજે સાંજે વડોદરા આવશે ને આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણી કરશે દિવાળી અને સરદાર પટેલ જન્મ જયંતીનો એક સયોગ રચાયો છે જેમાં વડાપ્રધાનના હસ્તે ૨૮૪ કરોડના પ્રોજેકટના ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવશે એકતા નગરમાં ૨૪ સ્થળે સુંદર શિલ્પ મૂકવામાં આવ્યા છે સબ ડિસ્ટિ્રકટ હોસ્પિટલ ટ્રાફિક સર્કલ સ્માર્ટ બસ સ્ટોપ ૪ મેગા વોટ સોલાર પ્રોજેકટનું લોકાર્પણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી, ઓકટોબરે દિવાળી અને સરદાર પટેલની જન્મજયંતીના પાવન સંયોગે, રાષ્ટ્ર્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લ ાના એકતાનગરની મુલાકાત લેશે. તેઓ પિયા ૨૮૪ કરોડથી વધુ રકમના પ્રોજેકટસનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરશે. કેવડિયા ખાતે વડાપ્રધાન મોદી દ્રારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એકસપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેકટસનું ખાતમુહર્ત અને સબ ડિસ્ટિ્રકટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, કાર ચાજિગ પોર્ટ, ૪ મેગાવોટ સોલર પ્રોજેકટ, આઈસીયુ ઓન–વ્હીલ્સનું લોકાર્પણ કરશે.
તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂા.૨૨ કરોડના ખર્ચે ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ–ડિસ્ટિ્રકટ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી મ, સીટી સ્કેન, આઈસીયુ, લેબર મ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, ૧ એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, ૨ આઈસીયુ ઓન–વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે. એકતાનગરમાં પ્રવાસીઓની સગવડ માટે ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિક–અપ સ્ટેન્ડનું નિર્માણ કરાઇ રહ્યું છે, જેના ફેઝ–૧નું લોકાર્પણ કરાશે
રૂા.૨.૫૮ કરોડના ખર્ચે એકતાનગર ૩ રસ્તા, ગડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવાયા છે. પદયાત્રીઓની સલામતી માટે એકતા નગરમાં ૧૦ સ્થળે પુશ બટન પેડેસ્ટિ્રયન ક્રોસિંગ, રેવા ભવન પાસે કાર ચાજિગ પોઈન્ટ, એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરાશે. ઓથોરિટીએ સેપટી સંસ્થાના સહયોગથી શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ થીમ પર ૨૪ શિલ્પો બનાવાયા હતા. એકતા નગરનું સાૈંદર્ય વધારવા આ શિલ્પાકૃતિઓને ૨૪ સ્થળોએ ઇન્સ્ટોલ કરાશે.
૨૦૨૩ના પૂરના પ્રભાવને ધ્યાનમાં લેતા કેકટસ ગાર્ડનની નજીક પ્રોટેકશન વોલનું વિસ્તરણ કરાશે. પ્રવાસીઓને રિવરફ્રન્ટ, ફડ સ્ટોલ, વોકવેની સુવિધા આપશે. ગડેશ્વર ખાતે ભવિષ્યમાં પૂર સામે આ જમીનને બચાવવા માટે ૬૦ કરોડથી વધુના ખર્ચે જમીનનું સ્તર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ કવાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એકસપીરિયન્સ સેન્ટરનું ખાતમુહર્ત કરાશે. સરદાર સરોવર ડેમ એકસપીરિયન્સ સેન્ટર નર્મદા ડેમની સંપૂર્ણ કામગીરી અને તેની પરિવર્તનકારી અસરો દર્શાવશે. પ્રવાસીઓ માટે મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ અને હેલીપેડ રોડના બ્યુટીફિકેશન પણ કરાશે. વડાપ્રધાન મોદી પિયા ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેકટનું પણ લોકાર્પણ થશે. આ ઉપરાંત પિયા ૭૫ કરોડના ખર્ચે બનવા જઈ રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહર્ત કરશે. જે અંદાજે ૪૦૦૦ ઘરો, સરકારી કવાર્ટર્સ અને અન્ય હોસ્પિટાલિટી બિઝનેસમાંથી નીકળતા ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરીને લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech