વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવેકાનદં રોક મેમોરિયલમાં ૪૫ કલાક ધ્યાન કરશે. આ માટે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ આજે સાંજથી ૧ જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવારે ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનના સમાપન સાથે જ વિવેકાનદં રોક મેમોરિયલ ખાતે ૪૫ કલાક ધ્યાન કરશે. આ માટે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓના પ્રવેશ પર પણ પ્રતિબધં રહેશે. વડાપ્રધાન ૩૦ મેની સાંજથી ૧ જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.
૨,૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે. આ જગ્યા એટલા માટે પસદં કરવામાં આવી છે કારણ કે એવું માનવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદને અહીં દિવ્ય દ્રષ્ટ્રિ પ્રા થઈ હતી.
આ દરમિયાન, પ્રવાસીઓને બે દિવસ સુધી બીચ પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગુવારથી શનિવાર સુધી બીચ પ્રવાસીઓ માટે બધં રહેશે અને ખાનગી બોટોને પણ બીચ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પીએમ મોદી હેલિકોપ્ટર દ્રારા ત્યાં પહોંચશે. હેલીપેડ પર હેલિકોપ્ટર લેન્ડિંગની ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. પીએમ મોદી પહેલા તિવનંતપુરમ પહોંચશે અને ત્યાંથી એમઆઈ–૧૭ હેલિકોપ્ટર દ્રારા કન્યાકુમારી જશે. તેઓ સાંજે ૪:૩૫ વાગ્યે ત્યાં સૂર્યાસ્ત જોશે અને પછી ધ્યાન પર બેસશે. તેઓ ૧ જૂને બપોરે ૩.૩૦ વાગ્યે કન્યાકુમારીથી પરત ફરશે.
વિવેકાનંદના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ્ય
પાંચ વર્ષ પહેલા તેમણે ૨૦૧૯ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં ધ્યાન કયુ હતું. માહિતી અનુસાર, વડાપ્રધાન લગભગ ૪૫ કલાક ધ્યાન કરવા માટે રોકાશે, તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દરિયાઈ સરહદો પર નજર રાખશે. ભાજપના અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ તેમના આધ્યાત્મિક રોકાણ માટે કન્યાકુમારીની પસંદગી કરી કારણ કે તેઓ દેશમાં વિવેકાનંદના વિઝનને સાકાર કરવા માગે છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ૪ જૂને મતગણતરી બાદ તેઓ ત્રીજી વખત સત્તામાં પાછા આવશે.
આ સ્થળે સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ ધ્યાન કયુ હતું
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને થવાનું છે. મતદાનના બે દિવસ પહેલા ચૂંટણી પ્રચાર સમા થાય છે. બીજેપી અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાન યાં ધ્યાન કરશે તે સ્થળની વિવેકાનંદના જીવન પર મોટી અસર પડી હતી. તેમણે કહ્યું કે દેશભરમાં ભ્રમણ કરીને વિવેકાનદં અહીં પહોંચ્યા હતા અને અહીં તેમણે ત્રણ દિવસ ધ્યાન કયુ અને વિકસિત ભારતનું સ્વપન જોયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech