વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ યુક્રેનની મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્રારા કિવ પહોંચી રહ્યા છે. કિવ પહોંચીને તેઓ રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીને મળશે. રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની યુક્રેનની આ મુલાકાત સાત કલાક સુધી ચાલશે. રશિયા–યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
યુક્રેનની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જેમાં દ્રિપક્ષીય અને બહત્પપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સમયગાળા લકઝરી ટ્રેન છે, જે માત્ર રાત્રે જ ચાલે છે. તે પોલેન્ડથી ૬૦૦ કિલોમીટરનું અંતર કાપીને યુક્રેનની રાજધાની કિવ પહોંચે છે. યુક્રેનમાં વિવિધ ટ્રેનો દોડે છે પરંતુ રેલ ફોર્સ વન સૌથી ખાસ છે. તે ક્રિમીઆમાં પ્રવાસન માટે બનાવવામાં આવ્યું હતું. રશિયાએ ૨૦૧૪માં ક્રિમીઆને કબજે કરી લીધું હતું. ત્યારથી તેનો ઉપયોગ વિશ્વના નેતાઓ અને વીઆઈપી મહેમાનોના અવર જવર માટે કરવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઈટાલીના વડાપ્રધાન યોર્જિયા મેલોની સહિત ઘણા નેતાઓ રેલ ફોર્સ વનમાં પ્રવાસ કરી ચુકયા છે. યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પણ વિદેશ જવા માટે આ ટ્રેનનો ઉપયોગ કરે છે. વીઆઈપી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે, ટ્રેનને અત્યાધુનિક સુરક્ષા પગલાંથી સ કરવામાં આવ્યા છે. તેમાં ખૂબ જ સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ છે. હાઇટેક સુરક્ષા કર્મચારીઓની ટીમ સતત તકેદારી રાખે છે. ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે અત્યતં પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી શકે. આ જ કારણ છે કે અત્યાર સુધી આ ટ્રેનમાં સુરક્ષાને લઈને કયારેય કોઈ ફરિયાદ થઈ નથી. તેના મો આલીશાન હોટલ જેવા છે. રેલ ફોર્સ વનના કમ્પાર્ટમેન્ટ લાકડાના બનેલા છે. મહત્વની બેઠકો માટે વિશાળ કોન્ફરન્સ ટેબલની પણ જોગવાઈ છે. આ સિવાય લકઝુરિયસ સોફા અને ટીવી પણ છે. યુદ્ધ દરમિયાન ટ્રેનની મુસાફરીને સરળ બનાવવા માટે, રેલ ફોર્સ વનમાં ઇલેકિટ્રક એન્જિનને બદલે ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યા હતા. રશિયા રેલ્વે લાઇન તેમજ યુક્રેનની ઇલેકિટ્રક ગ્રીડ પર હત્પમલો કરે છે. આવી સ્થિતિમાં, જો ટ્રેનમાં ઇલેકિટ્રક ગ્રીડ હશે, તો તે અટકી જશે, યારે, ડીઝલ એન્જિનને અસર કરશે નહીં. રેલ વન ફોર્સની સફળતાનો શ્રેય યુક્રેન રેલ્વેના ભૂતપૂર્વ સીઈઓ અને હાલના મંત્રી એલેકઝાન્ડર કિમિશિનને જાય છે. તેમણે જ અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડનની મુલાકાત બાદ આ ટ્રેનને રેલ ફોર્સ વન નામ આપ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech