પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશના પીએમ શૈખ હસીનાએ ઈન્ડીયા-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું કર્યું ઉદ્ધાટન

  • March 19, 2023 03:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam 

ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાન મંત્રી શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉદ્ધાટન દરમિયાના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર વર્ષ 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પણ સંતોષની વાત છે. કોવિડ રોગચાળા છતાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે. 


પ્રથમ યુનિટ કાર્યરત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ગત વર્ષે વડા પ્રધાન શેખ હસીનાની ભારત મુલાકાત દરમિયાન તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 


ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરાશે

હવે અમે ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે આ પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. પ્રથમ છે ક્રોસ - બોર્ડર પાઇપલાઇન. તે લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. કુલ ખર્ચમાંથી 285 કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં પાઈપલાઈન નાખવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. ભારતે આ રકમ અનુદાન સહાય હેઠળ ખર્ચી છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application