ખંભાળિયાના કાર્યકરો દ્વારા આવકાર
સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડી અને દેશને ઊંચાઈના શિખરો સુધી પહોંચનારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીને દેશ-વિદેશના નેતાઓએ પણ વખાણી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ટ્વીટર હેન્ડલ (એક્સ) પર ફોલોઅર ધરાવતા રાજકીય નેતાઓમાં નરેન્દ્રભાઈ મોદી 10 કરોડ સાથે અગ્ર ક્રમે રહેતા ખંભાળિયા સહિત જિલ્લાના નેતાઓએ આ સિદ્ધિને પણ આવકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિ ગઠબંધનના રાહુલ ગાંધીના 26.4 મિલિયન, કેજરીવાલના 27.5 મિલિયન અખિલેશના 19.9 મિલિયન ફોલોવર છે. જે તમામની તુલનામાં તેઓ કરતાં વધુ ફોલોઅર 100 મિલિયન નરેન્દ્ર મોદીના છે.
આ બાબતને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, અનિલભાઈ તન્ના, ઈન્દ્રજીતસિંહ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, રેખાબેન ખેતિયા, અશોકભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, વિગેરેએ સોશિયલ મીડિયા પર આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech