ગોંડલમાં યાર્ડમાં મરચાની આવક ૩૮૦૦ સુધીના ભાવ બોલાયા

  • December 25, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓ ની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક મરચાની આવક નોંધાઈ હતી. ગઈકાલ સવારથી યાર્ડ બહાર મરચાની ભારી ભરેલ વાહનોની ૩ થી ૪ કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. યાર્ડના સત્તાધીશો દ્રારા મરચાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક સદંતર બધં કરવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર્રભર માંથી જેવાકે રાજકોટ જિલ્લ ો, જામનગર, જૂનાગઢ જીલ્લ ા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને  લઈને જાણીતું છે. અહીં નું મરચું તીખાસને લઈને  ગુજરાત ઉપરાંત અન્ય રાયના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ૪૫ થી ૫૦ હજાર ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ ૨૦ કિલો ભાવ ૧૦૦૦ થી ૩૮૦૦ પિયા સુધી ભાવ બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એકસપોર્ટ થતું હોય છે. તેમજ અન્ય રાયના વેપારીઓ મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે યાર્ડના સત્તાધીશો દ્રારા અલગ અલગ કંપનીઓના એકસપટરોને મેલ કરીને બોલાવવામાં આવ્યા છે. ગોંડલનું મરચું અમેરિકા, તાઈવાન તેમજ ચાઈના સહિતના દેશોમાં એકપોર્ટ થતું હોય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા,  ૭૦૨, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા નું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચા નો પાક સુકવી ને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્રારા અપીલ કરવામાં આવી હતી.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાયો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર્ર, દિલ્હી સહિતના રાયો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application