પાકની પેટર્ન બદલવા ખેડૂતો પર દબાણ આર્થિક પેકેજમાંથી છટકબારીનો પ્રયાસ

  • June 14, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરસાદ ખેંચાય કે અતિવૃષ્ટ્રી થાય ત્યારે સામાન્ય રીતે ખેડૂતો તેમના પાકની પેટર્ન બદલતા હોય છે પરંતુ હવે કમોસમી વરસાદ અને હવામાનમાં થઇ રહેલા ઓચિંતા ફેરફારોના કારણે ખેડૂતોએ પાક પેટર્ન બદલવાની તૈયારી શ કરી દીધી છે. એટલે કે સિઝન પ્રમાણે જે પાક થાય છે તે અન્ય સિઝનમાં પણ લઇ શકાય છે. ખેડૂતોની આ માનસિકતાનો અભ્યાસ કરી સરકારે એક રિપોર્ટ તૈયાર કર્યેા છે.

ગુજરાતમાં હવે એવા શિયાળા અને ઉનાળા શ થયાં છે કે ઠંડી અને ગરમી વચ્ચે માવઠાં થાય છે અને કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકશાન થાય છે. જો રાય સરકાર પાક પેર્ટન માટેનો સર્વગ્રાહી રિપોર્ટ અમલી બનાવે તો ખેડૂતોને પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો ન પડે અને રાય સરકારે ખેડૂતોને નુકશાન વળતર પેટે આર્થિક પેકેડનો ભાર વહન કરવો ન પડે.
છેલ્લા વર્ષેાના આંકલન સાથે પાકની પેટર્ન, વિવિધ સહાય યોજનાઓમાં બદલાવ અને ખેડૂતોએ કયારે કયો પાક લેવો તેનું માર્ગદર્શન માગતી એક દરખાસ્ત કેન્દ્રીય કૃષિ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવી છે. રાયના કૃષિ અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ આ દરખાસ્તમાં કેટલીક ભલામણો કરી છે જેને મંજૂરી મળ્યે ગુજરાતના ખેડૂતો માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. એક કૃષિ તજજ્ઞએ કહ્યું છે કે ખેતરમાં ખેડૂતો દ્રારા જે પાક લેવામાં આવે છે તેમાં બદલાતા હવામાનની અસર થતી હોય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક ધોવાઇ જાય છે. ભેજયુકત વાતાવરણમાં પાકમાં જીવાત પડી જાય છે અથવા તો અતિવૃષ્ટ્રીના કારણે પાક નિષ્ફળ પણ જાય છે. સૌથી વધુ અસર ધાન્ય, કઠોળ, તેલીબીયાં પાકો અને બાગાયતી પાકોને થાય છે. આ સંજોગોમાં નવી પાક પેટર્નથી પરંપરાગત વાવેતરમાં ફેરફાર કરી શકાય છે. કૃષિ તજજ્ઞોએ નોંધ્યું છે કે છેલ્લા દાયકામાં થયેલા બદલાવનું મૂલ્યાંકન કરી ખેતી માટે નવી વ્યૂહરચના ઘડવી પડશે. મોસમ દરમ્યાન આવતા અણધાર્યા વાતાવરણના બદલાવોને પહોંચી વળવા આકસ્મિક આયોજનનો અમલ કરવો પડશે અને મુખ્ય આફતોની જીવન વ્યવહાર પરની ગંભીર અસરને યથાવત પરિસ્થિતિએ લાવવા નિશ્ચિત વ્યૂહરચના અપનાવવી પડશે. ગુજરાતની કૃષિ મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચાયેલી છે જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર્ર અને કચ્છનો સમાવેશ થાય છે. પ્રત્યેક ભાગમાં ખેતી અને ખેતી કરવાની પદ્ધતિ અલગ અલગ જોવા મળે છે તેથી પાક પેટર્ન બદલવાની થાય તો આ પાંચ ભાગને ધ્યાનમાં લેવા પડે તેમ છે. રાય સરકારનો કૃષિ વિભાગ આ દિશામાં કામગીરી કરી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application