પોરબંદર નગરપાલિકાના પ્રમુખે શિક્ષકદિને વાગોળ્યા પોતાના બચપણના સંસ્મરણો

  • September 05, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ આજે શિક્ષકદિન નિમિત્તે પોતાના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આજે શિક્ષકદિને મારા બધાજ  શિક્ષકોને હૃદયથી વંદન, આજે  જે જવાબદારી મળી છે તે સ્કૂલના શિક્ષકો એમ.ઇ.એમ.સ્કૂલના શિક્ષકોને યાદ કરવા ગમશે, ચંપાબહેન દત્તાણી આચાર્યા, રંજનબેન મહેતા, તન્ના ભાઇ, લક્ષ્મીબેન ખુદાઇ, દેવયાની બેન, પ્રવીણભાઇ, કી‚બેન છાંયા વગેરે આ શિક્ષકોએ બચપણથી લીડરશીપના ગુણોનું મારામાં સિંચન કર્યુ અને આશીર્વાદ આપ્યા એ માટે ભાગ્યશાળી સમજુ છું કે નગરપાલિકા સંચાલિત શાળામાં  અક્ષરજ્ઞાન લઇ અને શહેરની નગરપાલિકાના પ્રથમ નાગરિકની જવાબદારી મળી એ શ્રેય શિક્ષકોને, માતાને અને શુભેચ્છકોને જાય છે. આ ફોટો બચપણના  ધોરણ ૬ કે ૭નો છે જેમાં મારા શિક્ષક પ્રવીણ દાસાણી છે. બાજુમાં વિદ્યાર્થીની ચેતના, મીનલ, અલ્પા, જાગૃતિ, સંધ્યા, હીના, પલ્લવી, ઉમેશ, રાજેશ, સુનીલ, કેતન વગેરેને ચેતનાબેન તિવારીએ યાદ કર્યા હતા અને પોતાની બચપણની તસ્વીર પણ શેર કરી હતી (તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application