ગોંડલમાં ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા આપવા મુખ્યમંત્રીને રજૂઆત

  • September 30, 2024 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્રારા શહેરને ટ્રાન્સપોર્ટ નગર ની સુવિધા આપવા પ્રમુખ દ્રારા મુખ્યમંત્રી તથા ધારાસભ્યને રજુઆત કરાઇ છે.
ચેમ્બર્સ ઓફ કોમર્સ નાં પ્રમુખ  મનસુખભાઇ સખીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાને  રજુઆતમાં જણાવ્ય  કે ગોંડલ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લ ા કેટલાક વર્ષેાથી ખુબ જ ઝડપી વિકાસ થઈ રહયો છે, શહેરની વસ્તી અંદાજે ૧.૫૦ લાખ કરતા વધારે છે અને હદ વિસ્તાર ૭૪.૫૦ ચો.કી.મી.માં ફેલાયેલો છે.
 વ્યાપારમાં મુખ્યત્વે  માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્ર્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે અને જુદી જુદી જણસોના વેચાણ માટે ગોંડલ ઉપરાંત અન્ય તાલુકાઓમાંથી પણ મોટા પ્રમાણમાં વેંચાણ અર્થે વાહનો દવારા ગોંડલમાં
આવે છે તેમજ તેજ ખેત ઉત્પાદન પુરા રાજય ઉપરાંત રાજય બહાર તેનું પરીવહન થાય છે. શહેરમાંથી ગુડઝ ટ્રેન મારફતે પણ મોટા પ્રમાણમાં માલ સામાનનું પરીવહન થાય છે.
 શહેરમાં મુખ્યત્વે ઉધોગો જેવા કે જીનીંગ, ઓઈલ મીલ, મમરા, સીમેન્ટ પ્રોડકટ સીમેન્ટ આર્ટીકલ તથા બેરીંગ નું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, જેના માટે રો મટીરીયલ બહારથી આવે છે અને તૈયાર થયેલો માલ પુરા રાજય અને રાજય બહાર સપ્લાય થાય છે.
આમ  ગોંડલમાં ખુબ જ મોટા પ્રમાણમાં હેવીલાઈટ કોમર્શીયલ વ્હીકલનો ઉપયોગ થાય છે, આ તમામ વાહનો કાચો માલ લઈ ગોડલમાં અનલોડીંગ કરે ત્યારબાદ નવા માલનું લોડીંગ ન થાય ત્યાં સુધી ગોંડલમાં વાહનોનું રોકાણ થતુ હોય, જેના કારણે તેઓ ગમે ત્યાં વાહન પાર્ક કરી હાઈવે, નેશનલ હાઈવે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા વાહનો પાકિગ કરવામાં આવતા હોય, જેના કારણે ખુબ જ મોટી ટ્રાફીક સમસ્યા નિર્માણ પામે છે.
આમ ઉપરોકત વિગતો ધ્યાને લઈ ગોંડલ શહેરમાં એક ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા મળે તે અત્યતં આવશ્યક છે અને સમયની માંગ છે, વહેલીતકે આ સુવિધા પુરી પાડવામાં આવે તેવુ મનસુખભાઇ સખીયા એ રજુઆત માં જણાવ્યુ હતુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application