વી.એચ.પી.- બજરંગ દળનું એસપીને આવેદન
જામનગર શહેરમાં સરેઆમ ગૌહત્યાના કાયદા નો તેમ જ એનિમલ કૃઅલ્ટીનો ભંગ થઈ રહ્યો છે, તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે, અને આવા તત્વો સામે તાત્કાલિક અસરથી એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં એક ભેંસનું કપાયેલું માથું તથા ધડના મૃત દેહના અવસેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત શહેરના શંકરટેકરી વિસ્તારમાં પણ માંસના ટુકડા જાહેરમાં જોવા મળ્યા હતા. જેનો આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડાની કચેરીએ આજે બજરંગ દળના કાર્યકરોની ટીમ રેલી સ્વરૂપે પહોંચી હતી, અને જાહેરમાં એનિમલ કૃઅલ્ટી એક્ટનો સરેઆમ ભંગ કરી રહેલા તત્વ સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ
May 15, 2025 03:34 PMરૂમાલી રોટી ભારતીય ભોજનનો ભાગ કેવી રીતે બની?
May 15, 2025 03:33 PMપ્રભુદાસતળાવમાંથી એક લાખની રોકડ સાથે લાઈટના અંજવાળે જુગાર રમતા નવ ઝડપાયા
May 15, 2025 03:31 PMમાસીએ લીધેલા પૈસાના મામલે શખ્સે ભાણેજ સહીત પરિવારના બિભસ્ત ફોટા મોકલ્યા
May 15, 2025 03:27 PMઆજીડેમ ચોકડી નજીક રિક્ષાને ડમ્પરે ઠોકર મારતા મહિલાનું મોત
May 15, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech