પત્રિકાકાંડમાં કોંગ્રેસ, લેઉવા પાટીદાર અગ્રણીઓની પોલીસ કમિશનરને રજૂઆત

  • May 03, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ઈલેકશન મતદાન દિવસ હવે સાવ નજીક આવી રહ્યા છે ત્યાં જ લેઉવા તથા કડવા પટેલો વચ્ચે મતભેદ ઉપજે તેવી વિતરણ થયેલી પત્રિકામાં લેઉવા પટેલ સમાજના ચાર ઈસમોની સામે તાત્કાલિક ગુનો નોંધી ફટાફટ ધરપકડ પણ કરી લેવાતા આ મામલે આજે કોંગ્રેસ તથા લેઉવા પટેલ સમાજ અગ્રણીઓ દ્રારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ચારેયને તરત જ જામીન મુકત કરવા માગણી ઉઠાવી હતી.
ગઈકાલે મોડી રાત્રે તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં કેતન તાળા, પ્રકાશ, વિપુલ તથા દિપ ભંડારીની રાત્રે જ ગુનો નોંધાયાની સાથે જ તાલુકા પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. જેને લઈને આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ અન્ય આગેવાનો મહેશ રાજપુત તથા લેઉવા પયેલ સમાજના અગ્રણીઓ શિવલાલભાઈ બારસિયા, એડવોકેટ પિનલબેન સાવલિયા સહિતનાઓ પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયા હતા.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જાણે કોઈ આતંકવાદીઓ હોય તે રીતે ચારેય ઈસમોને રાતોરાત પકડી પણ લેવાયા. પોલીસ તત્રં રાજકીય ઈસારે કામ કરતું હોવાના આક્ષેપ કર્યા છે. એવું પણ કહેવાયું કે જો ફરિયાદો આવી રીતે નોંધવામાં આવતી હોય તો અમારી પણ ફરિયાદો છે એ પણ નોંધો. ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ પત્રિકાના કોઈ મુદાઓ બેઠા કરીને પોલીસ હેરાન કરી રહી છે અને મારૂ નામ ખોલવાની ઈચ્છા ધરાવતી હોય તો હત્પં હાજર છું ધરપકડ કરો.

ચારેય ઈસમોને તાત્કાલિક મુકત કરો તેવી માગણી કરાઈ હતી. પોલીસ આવી રીતે ફરિયાદો નોંધીને કે નામો સાથે તેને જાણે કોઈ મોટા ગુનેગારો હોય તેમ ક્રાઈમ બ્રાંચ રાતોરાત ઉપાડી લાવે છે એ જ બતાવે છે કે, કોના ઈસારે કામ કરાઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ધરપકડ થઈ ત્યારે પોલીસ દ્રારા હમણા જામીન મુકત કરીએ છીએ તેવી વાતો કરાઈ બીજા દિવસે પણ કોઈ આવી વ્યવસ્થા કરાઈ નથી. ચારેયને તાત્કાલિક જામીનમુકત કરવા માગણી ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application