મખાના ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી પુખ્ત વયના લોકોથી લઈને બાળકો સુધી દરેકને ફાયદો થાય છે. મખાના ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે અને બીજી તરફ તેનાથી વજન અને તણાવ પણ ઓછો થાય છે. એટલે કે નાસ્તા માટે મખાના એક ઉત્તમ વિકલ્પ છે. તો ચાલો જાણીએ નાસ્તામાં મખાનાની આ ટેસ્ટી રેસિપી કેવી રીતે બનાવવી?
.
મખાના અને દહીંના રાયતા માટેની સામગ્રી:
1 કપ શેકેલા મખાના, અડધો કપ દહીં, અડધો કપ દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર, 1 ચપટી જીરું પાવડર, ચપટી કાળા મરી, ચપટી લાલ મરચું પાવડર અને મીઠું.
મખાનાને શેકતા અથવા તળતા પહેલા તેને સ્વચ્છ કપડામાં લપેટીને 5 મિનિટ માટે પલાળી રાખો જેથી કરીને તે નરમ થઈ જાય. દહીંને રેફ્રિજરેટરમાં રાખો જેથી કરીને રાયતુ ઠંડુ અને તાજું રહે.
મખાના અને દહીંના રાયતા માટેની રેસીપી:
સ્ટેપ 1:
મખાના બનાવવા માટે પહેલા મખાનાને શેકી લો. પેન ગરમ થયા બાદ તેમાં અડધી ચમચી ઘી ઉમેરો અને પછી મખાના ઉમેરીને બરાબર શેકી લો.
સ્ટેપ 2:
હવે એક બાઉલમાં દહીં કાઢીને તેને સારી રીતે ફેટ કરો. હવે અડધો કપ દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર, 1 ચપટી જીરું પાવડર, એક ચપટી કાળા મરી, એક ચપટી લાલ મરચું પાવડર, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
સ્ટોપ 3:
હવે છેલ્લે, શેકેલા મખાના ઉમેરો અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરો. હવે મખાનાનું રાયતુ તૈયાર છે. તેને સર્વ કરો અને તેની મજા લો.
રાયતુ ને તરત જ સર્વ કરો જેથી મખાના ભીંજાઈ ન જાય. આ કચુંબર તમારા નાસ્તા માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ હશે!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારની ટીમે જામનગરના બ્રાસ ઉદ્યોગના વિકાસનું કર્યુ મુલ્યાંકન
November 22, 2024 10:50 AMહાપા યાર્ડ બહાર મગફળી ભરેલા 600થી વધુ વાહનોનો ખડકલો: નવી એન્ટ્રી બંધ
November 22, 2024 10:47 AMફાઈનલના 5 દિવસ બાદ શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી, 3 સીઝનની તારીખો એકસાથે જાહેર
November 22, 2024 10:46 AMજામજોધપુરમાં આધારકાર્ડની કામગીરીના વધુ સેન્ટર ઉભા કરવા માંગ
November 22, 2024 10:40 AMજામજોધપુરમાં યાર્ડના પાછળના ભાગે ગોડાઉન પાસે આગ
November 22, 2024 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech