પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કરવાની તૈયારી, સેનાના શાસન માટે પાક. ગૃહ મંત્રાલયને મોકલાઈ દરખાસ્ત

  • May 09, 2023 09:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. ત્યારે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સેનાના શાસન માટે પાક ગૃહ મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે.


PTIનાં સમર્થકોએ ઠેર-ઠેર કરી તોડફોડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની પાકિસ્તાન રેન્જર્સે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદથી ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે.


સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ સમર્થકો કરી રહ્યા છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને પોલીસ સ્પષ્ટપણે કહે છે કે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અલ કાદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે.


સૈન્યનાં સરકારી આવાસમાં ઘુસીને ફેલાવી હિંસા

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના ઘણા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. અને ઠેર ઠેર આંગચંપી કરી રહ્યા છે. આ સાથે સાથે સૈન્યના સરકારી આવાસમાં પણ ઘુસીને હિંસા ફેલાવી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.


આ શહેરોમાં થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં અલગ અલગ શહેરમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં પેશાવર, લાહોર, ફૈસલાબાદ, મુલ્તાન, વિહાદી, ગિલગિટ, કરાચી, ખાનેવાલ, ગુજરાંવાલા, રહીમ યાર ખાન, બહાવલપુર, ચારસદ્દા, સરગોધા સહિતના શહેરોમાં સમર્થકો બહાર આવી તોડફોડ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application