રેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી

  • December 20, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોકકસ વર્ગના લોકોની વસ્તી વધી રહી હોય આ મામલે અવારનવાર રજૂઆતો થઇ રહી હતી.
લોક રજુઆતો બાદ તાજેતરમાં દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ત્યારબાદ પિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના બબ્બે ધારાસભ્યો દ્રારા લોકમાગણી અનુસાર અશાંતધારો લાગુ કરવા વિસ્તારોના નામ સાથે રજૂઆત કરવામાં આવી હતી. તદઉપરાંત જયાં અશાંતધારો હાલમાં લાગુ છે ત્યાં આગળ પણ તેની સફળ અમલવારી થતી નહીં હોવાની ટકોર કરવામાં આવી હતી. બબ્બે ધારાસભ્યોની રજૂઆતો મળતા કલેકટર તત્રં હરકતમાં આવ્યું હતું અને રાજકોટ શહેરના ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા દરખાસ્ત તૈયાર કરવાનું શરૂ કયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં કલેકટર કચેરીના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ જામનગર રોડને લાગુ રેલનગર વિસ્તાર, દક્ષિણ રાજકોટની મધ્યમાં આવેલા લમીનગર વિસ્તાર તેમજ દક્ષિણ રાજકોટમાં ગોંડલ રોડ ઉપરના રામનગર સહિતના વિવિધ ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે. કોઠારીયા રોડ ઉપરના અમુક વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ કરવા રજૂઆતો થઇ હતી.  આથી કોઠારીયા રોડની અમુક સોસાયટીઓનો પણ અશાંતધારા હેઠળ સમાવેશ થાય તેવી પુરી શકયતા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application