જેતપુરમાં સિટી કાઉન્સિલ આયોજિત લોકમેળાની ચાલતી તડામાર તૈયારી

  • August 21, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર ખાતે પરંપરાગત રીત્તે જન્માષ્ટ્રમી નિમિતે યોજાતા લોકમેળાનું આયોજન સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્રારા કરવામાં આવનાર છે. જેમાં
તા.૨૪થી ૨૯ ઓગસ્ટ સુધીના આ ૬ દિવસીય લોકમેળામાં સંગીત સંધ્યા સાથે કાનગોપી જેવા સ્ટેજ પ્રોગ્રામ યોજાશે. લોકોના મનોરંજન માટે જરા હટકે દરરોજ સાંજે પ્રશ્નમચં યોજવામાં આવશે. બાળકો, યુવાનો, મહિલાઓ અને મોટેરાઓ માટે વિવિધ મનોરંજન રાઈડસ, બાળકો માટે રમકડાં સ્ટોલ માટે પૂરતી અને ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. આ લોકમેળો દરવર્ષની માફક આ વખતે પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સાહેબના વરદ હસ્તે તારીખ–૨૪૦૮૨૦૨૪ના રોજ સાંજે ૭:૦૦ કલાકે જેતપુરની જનતા માટે ખુલ્લ ો મુકવામાં આવનાર છે. આ લોકમેળાની સફળ કરવા સીટી કાઉન્સિલ જેતપુરના જયંતિભાઈ રામોલિયા, વી.ડી.પટેલ, પ્રવિણભાઈ ગજેરા, પ્રવિણભાઈ નંદાણીયા, મનહરભાઈ વ્યાસ, પ્રમુખ ચંદ્રેશભાઈ ધડુક, સેક્રેટરી વિનોદભાઈ સિધ્ધપરા, તેમજ પ્રોજેકટ ચેરમેન યોગેશ શિંગાળા, કો–ચેરમેન વિનોદ કપુપરા, અમિત ટાંક, રતિલાલ ખાચરિયા, હેમંતભાઈ ઢોલરિયા અને દરેક મેમ્બરો ભારે જહેમત ઉઠાવી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News