BREAKING NEWS

અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની તૈયારી: ટ્રમ્પ-ખામનેઈ વચ્ચે 14 મુદ્દાનો શાંતિ મુસદ્દો તૈયાર; આગામી 48 કલાક છે અત્યંત નિર્ણાયક

  • May 06, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે પહેલા કરતાં વધુ નજીક આવી ગયા છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ, બંને રાષ્ટ્રો એક પાનાના મેમોરેન્ડમ (MoU) પર કરાર સુધી પહોંચવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે, જેમાં 14-પોઇન્ટ ડ્રાફ્ટનો સમાવેશ થાય છે. આ કરાર પરમાણુ કાર્યક્રમો, પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજો માટે નેવિગેશનની સ્વતંત્રતા પર કેન્દ્રિત છે.
​​​​​​​



શાંતિ કરારની મુખ્ય શરતો
સૂચિત ડીલ હેઠળ ઈરાને તેના પરમાણુ સંવર્ધન કાર્યક્રમ પર કામચલાઉ રોક લગાવવી પડશે. બદલામાં અમેરિકા ઈરાન પર લાદેલા આર્થિક પ્રતિબંધો હટાવશે અને અબજો ડોલરના ફસાયેલા ફંડ્સ પણ મુક્ત કરશે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરજવર પરના પ્રતિબંધો હળવા કરવામાં આવશે. નોંધનીય છે કે દુનિયાનો અંદાજે ૨૦ ટકા કાચા તેલનો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે.


મધ્યસ્થી અને ૩૦ દિવસનો સમયગાળો
ટ્રમ્પના વિશેષ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ઈરાની અધિકારીઓ સાથે સીધી અને મધ્યસ્થી ચેનલો દ્વારા સતત વાતચીત કરી રહ્યા છે. સમજૂતીના મુસદ્દામાં સંઘર્ષના સત્તાવાર અંતની જાહેરાત કરવામાં આવી છે. વ્યાપક સમજૂતી પર પહોંચવા માટે ૩૦ દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, જે દરમિયાન ઈરાન પરના શિપિંગ પ્રતિબંધો અને અમેરિકાની નૌકાદળની નાકાબંધી (Blockade) ધીમે ધીમે દૂર કરવામાં આવશે.



વિફળતાના સંભવિત પરિણામો
જો આ વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા ફરીથી નાકાબંધી લાદી શકે છે અથવા સૈન્ય કાર્યવાહી ફરીથી શરૂ કરી શકે છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર ‘ન્યાયસંગત’ શાંતિ સમજૂતી જ સ્વીકારશે. હાલ પૂરતું, ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ચલાવવામાં આવી રહેલા ત્રણ દિવસીય નૌકાદળ અભિયાનને સ્થગિત કરી દીધું છે. જો આ ૧૪ મુદ્દાની ડીલ સફળ રહેશે તો તે મધ્ય-પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે એક મોટું કદમ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application