રાજકોટ મહાપાલિકા દ્વારા વસ્તી ગણતરીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને આ માટે સ્ટાફ ફાળવણીના હુકમો જારી કરવાનું શરૂ કર્યું છે. જ્યારે આ કામગીરી પેટે થનારા ખર્ચ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપશે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી તા.૧ જૂન, ૨૦૨૬થી રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગ કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે એ વખતે ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ચાલનારી આ કામગીરી દરમિયાન ગણતરીકા ઘર-ઘરે જઈને પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરશે. આ વખતે સૌથી ખાસ બાબત એ છે છે કે, નાગરિકોને સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા પણ આપવામાં આવી છે. એટલે કે, લોકો ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ઓનલાઈન પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. જો કોઈ પરિવાર પહેલેથી જ માહિતી ઓનલાઈન ભરી દેશે, તો પછી ગણતરીકાર માત્ર તે વિગતોની પુષ્ટિ કરશે. સરકાર દ્વારા સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે મોબાઈલ એપ્લિકેશન, પોર્ટલ અને જિયો ટેગિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ઘરને ડિજિટલ નકશામાં ડિજીડોટ તરીકે ચિહ્નિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં શહેરી આયોજન, આપત્તિ વ્યવસ્થાપન અને સરકારી યોજનાઓના અમલમાં વધુ ચોક્કસાઇ આવી શકે. આ કામગીરી માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. સાથે જ ગણતરીકારો અને સુપરવાઈઝરને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. દેશભરમાં હજારો ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે વસ્તી ગણતરી દરમિયાન પરિવારોને જેથી માહિતી સચોટ અને ઝડપથી એકત્રિત થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application