વડાપ્રધાનના આગમનની રાજકોટમાં તૈયારીઓ શરૂ : રેસકોર્સ મેદાનમાં સભા સંબોધશે, CM પટેલ કામગીરીની કરશે સમીક્ષા

  • July 20, 2023 04:05 PM 

તારીખ 27 ના દિલ્હીથી હિરાસર એરપોર્ટ પર ખાસ વિમાનમાં આવશે: હિરાસરથી હેલીકોપ્ટરમા જુના એરપોર્ટ પર આવી એરપોર્ટથી રેસકોર્સ સુધીનો રોડ શો યોજશે: 140 સંસ્થાઓ દ્વારા કરાશે સ્વાગત


આગામી તારીખ 27 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ખાસ વિમાનમાં રાજકોટ ખાતેના હિરાસર ગામ નજીક બનાવવામાં આવેલા નવા એરપોર્ટ પહોંચીને તેનું વિધિવત લોકાર્પણ કરશે.



જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ વડાપ્રધાનના આગામી કાર્યક્રમો સંદર્ભે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દિલ્હીથી ખાસ વિમાનમાં બપોર બાદ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીં ટૂંકું રોકાણ કરીને હેલિકોપ્ટર અથવા તો વિમાનમાં રાજકોટના અત્યારના એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી રોડ શો યોજીને રેસકોર્સ સભાને સંબોધન કરશે.



એક સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે વડાપ્રધાનનો ડિટેઈલ શિડ્યુલ હજુ આવ્યો નથી પરંતુ બપોરે અઢી થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ તે રાજકોટ આવે તેવી શક્યતા છે અને અમે તે મુજબ તૈયારી કરી રહ્યા છીએ.



શનિવારે મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેમના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ બપોરે ૨:૦૦ વાગે મુખ્યમંત્રી ગાંધીનગર થી રાજકોટ આવી પહોંચશે અને બે તથા ઝોન ૮ ની સબ રજીસ્ટાર કચેરીના નવી ઓફિસનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ પૂરો થયા પછી મુખ્યમંત્રી ઝવેરચદં મેઘાણી શાળાની મુલાકાતે જશે અને ત્યારબાદ બપોરે કલેકટર કચેરીમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા અધિકારીઓ સાથે કરશે. મુખ્યમંત્રી સભાના સ્થળની અને હિરાસર એરપોર્ટની પણ મુલાકાત લે તેવી શકયતા છે. સાંજે હેમુ ગઢવી હોલમાં સ્નેહ સ્પર્શ નામની સંસ્થાના સંચાલકો, ચેક ડેમ નિર્માણમાં સહયોગ આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરેનું સ્વાગત કરશે અને મુખ્યમંત્રીનું પશુપાલક સમાજ વતી સન્માન કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રીનો છેલ્લો કાર્યક્રમ કણસાગરા મહિલા કોલેજમાં પટેલ સમાજ દ્રારા આયોજિત છે અને તે પૂરો કર્યા પછી મુખ્યમંત્રી ગાંધીનગર જવા નીકળશે.


પીએમના હસ્તે કેકેવી બ્રિજનું લોકાર્પણ કરાવાશે;  લોકોને હજુ વધુ પાંચ દિવસ રાહ જોવાની રહેશે!
રાજકોટ મહાપાલિકા દ્રારા નિર્મિત કાલાવડ રોડના કેકેવી બ્રિજનું લોકાર્પણ ફરી પાંચ દિવસ પાછું ઠેલાયું છે. અગાઉ તા.૨૨ના મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરશે તેવી જાહેરાત કરાયા બાદ હવે કાર્યકમમાં એકાએક ફેરફાર કરી તા.૨૭મીએ હીરાસર એરપોર્ટના લોકાર્પણ માટે રાજકોટ આવી રહેલા વડાપ્રધાનના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાશે તેવી જાહેરાત કલેકટર તત્રં દ્રારા કરવામાં આવી છે, આમ રાજકોટવાસીઓએ હવે કેકેવી બ્રિજ ઉપરથી ચાલવા માટે વધુ પાંચ દિવસ રાહ જોવી પડશે.



2000 કરોડથી વધુના કામોનું વડાપ્રધાનના હસ્તે થનારું લોકાર્પણ


એરપોર્ટ ઉપરાંત કેકેવી બ્રિજનું વડાપ્રધાન લોકાર્પણ કરશે: સૌની યોજનાના ત્રીજા તબક્કાના કામોનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરશે

આગામી તારીખ 27 ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રજાને ઉપયોગી થાય તેવા 2000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. આ અંગેની જાહેરાત રેસકોર્સના મેદાનમાં યોજનારી સભામાં વડાપ્રધાન કરશે.

હીરાસર એરપોર્ટનો પ્રોજેક્ટ રૂપિયા 1,405 કરોડના ખર્ચે પૂરો થયો છે. સૌની યોજનાની લિંક ત્રણ પેકેજ આઠ અને નવની કામગીરી 394 કરોડના ખર્ચે પૂરી થઈ છે અને કેકેવી બ્રિજનું નિર્માણ રૂપિયા 236 કરોડના ખર્ચે થયું છે. આ ત્રણેય પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન કરશે.

સૌની યોજનાના ત્રીજી લિંકના કામના કારણે ભાદર,ફોફળ, આજી, વેરી તળાવમાં નર્મદાના પાણી મળશે. આ ઉપરાંત વધુ ૧૨૫ ચેકડેમ અને દસ તળાવમાં પાણી ઠલવાઈ શકાશે આ યોજનાના કારણે જેતપુર અને ગોંડલ વિસ્તારની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે.




નવી બનાવાયેલી સબ રજીસ્ટ્રાર કચેરીનું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

સાંજે કલેક્ટર કચેરીમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા માટે બેઠક


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેમના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ બપોરે 2:00 વાગે મુખ્યમંત્રી ગાંધીનગર થી રાજકોટ આવી પહોંચશે અને બે તથા ઝોન 8 ની સબ રજીસ્ટાર કચેરીના નવી ઓફિસનું લોકાર્પણ કરશે.

આ કાર્યક્રમ પૂરો થયા પછી મુખ્યમંત્રી ઝવેરચંદ મેઘાણી શાળાની મુલાકાતે જશે અને ત્યારબાદ બપોરે કલેક્ટર કચેરીમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા અધિકારીઓ સાથે કરશે. મુખ્યમંત્રી સભાના સ્થળની અને હિરાસર એરપોર્ટની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

સાંજે હેમુ ગઢવી હોલમાં સ્નેહ સ્પર્શ નામની દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાના સંચાલકો, ચેક ડેમ નિર્માણમાં સહયોગ આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરેનું સ્વાગત કરશે અને ગુજરાત સરકારની ગૌશાળા માટેની નવી પોલીસી બદલ મુખ્યમંત્રીનું પશુપાલક સમાજ વતી સન્માન કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રીનો છેલ્લો કાર્યક્રમ કણસાગરા મહિલા કોલેજમાં પટેલ સમાજ દ્વારા આયોજિત છે અને તે પૂરો કર્યા પછી મુખ્યમંત્રી ગાંધીનગર જવા નીકળશે.

.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application