BREAKING NEWS

રાજકોટમાં PM મોદીના રોડ-શોની તૈયારીઓ શરૂ, રૂટ પર નવો રોડ મઢાશે, ડિવાઇડર-ફૂટપાથ પણ ટનાટન બનાવાશે

  • December 18, 2025 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે. આ કાર્યક્રમમાં સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. જેને લઈને હાલ સ્થાનિક તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


વડાપ્રધાનના 10 તારીખના રોજ ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ મારવાડી યુનિવર્સિટી સુધી રોડ પર રોડ-શો યોજે તેવી શક્યતા છે. રોડ-શો યોજી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લું મુકશે. વહીવટી તંત્ર દ્વારા શહેરની 10 જેટલી ફાઇવસ્ટાર હોટલો પણ બુક કરી દેવામાં આવી છે.


મળતી માહિતી પ્રમાણે હાલ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ મારવાડી કોલેજ સુધી તમામ દબાણો હટાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધી રોડ પણ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ ડિવાઇડરો અને ફૂટપાથનું નવીનીકરણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


સ્થાનિક તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અન્ય દેશના કોઈ ટોચના મંત્રી પણ હાજર રહી શકે છે, તેમજ અન્ય દેશમાંથી મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર રહી શકશે. ભારતના પણ કેટલાય મોટા ઉદ્યોગપતિઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. જેને લઇ સ્થાનિક તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application