BREAKING NEWS

જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજ ખાતે કાલે સાંજે 4 વાગ્યે જ્ઞાતિ સમુહ ભોજન કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  • January 03, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રણજીતનગર ખાતે આવેલા લેઉવા પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે જ્ઞાતિ સમુહભોજનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.



અંદાજે સવા અગિયાર વિઘા જમીન પર ઓછામાં ઓછા 50,000 હજાર જ્ઞાતિજનો સમુહ ભોજનનો આનંદ માણશે.



 આ માટે ભવ્ય અને વિશાળ મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેવાના હોય, છેલ્લા 36 કલાકથી ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110થી વધુ રસોયાની ટીમ અને સ્વયંસેવકો ભોજન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.



જેમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સમિતિના સભ્યો અને કાર્યકર્તા સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application