નૈઋત્યનું ચોમાસુ હજી શરૂ થયું નથી ત્યાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના કાંઠાળ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારેથી અતીભારે વરસાદની આગાહી અનુસાર ગઈકાલે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા, જેસર, તાલાલા, માંગરોળ પંથકમાં એક થી દોઢ ઈંચ સહિત 24 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. તેમાં કાંઠાળ જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જુનાગઢ અગ્રસ્થાને છે.
અરબી સમુદ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસાની પૂર્વે વરસાદ ચાલુ થયો છે. તેમાં ગઈકાલે અમરેલીના સાવરકુંડલા દોઢ ઇંચ ધારી, રાજુલા અડધો ઇંચ અને ખાંભા, લીલીયા, જાફરાબાદ, બગસરા પંથકમાં ઝાપટાઓ વરસ્યા છે.
ગીર સોમનાથના તાલાલામાં દોઢ ઇંચ, વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં ઝાપટા વરસ્યા હતા.
ભાવનગર જિલ્લામાં જેસર એક ઇંચ, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, મહુવા, સિહોર પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર તાલુકો, માળીયા ભેસાણ વંથલી પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ, જ્યારે માંગરોળ પંથકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં પણ ઝાપટા પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech