જામનગરના દરેડમાં રહેતા યુવાનને રાજકોટમાં કુવાડવા રોડ પર ચામુંડા નગર પાસે ટાયરના ડેલામાં તેના સાળા અને સાળાના મિત્રએ મળી લોખંડના પાઇપ વડે બેફામ માર મારી બંને પગ ભાંગી નાખ્યા હતા. યુવાને કોર્ટ મેરેજ કર્યા હોય જે વાત યુવતીના પરિવારજનોને પસદં ન હતી. દરમિયાન તબિયતનું બહાનું કાઢી યુવકની પત્નીને અહીં માવતર લઈ ગયા હતા. બાદમાં યુવાન પોતાની પત્ની લેવા માટે અહીં આવતા તેના પર આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગરના દરેડમાં રહેતા અને સેન્ટરીંગનું કામ કરનાર સુનિલ જગદીશભાઈ જાદવ(ઉ.વ ૨૭) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર ગણેશનગર શેરી નંબર સાતમાં રહેતા પોતાના સાળા રવિ મનુભાઈ પરમાર અને તેની સાથેના તેના એક મિત્રનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બે વર્ષ પૂર્વે ગણેશનગરમાં રહેતી મનુભાઈ પરમારની દીકરી પ્રિયા સાથે જૂનાગઢમાં કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં બંને જામનગર રહેતા હતા દરમિયાન તારીખ ૬૩ ના તેનો સાળો રવિ જામનગર આવ્યો હતો અને બહેનની તબિયત સારી ન હોય તેવું બહાનું બતાવી તેને રાજકોટ લઈ ગયો હતો બાદમાં પત્ની ફોન ઉપાડતી ન હોય યુવાને તેના સાળા રવિને ફોન કરતા તેણે રાજકોટ આવવાનું કહ્યું હતું યુવાન ગઈકાલે સાંજના અહીં રાજકોટ આવ્યો હતો ત્યારે રવિ તેને કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં આવેલા ટાયરના ડેલે લઈ ગયો હતો યાં ખાટલે બેસાડી ચા પીવડાવી હતી બાદમાં યુવાને પત્ની પ્રિય વિશે પૂછતા રવિએ ઓચિંતા ઉશ્કેરાઇ જઇ ગાળો આપી તેનું મોઢું દબાવી ખાટલામાં સુવડાવી દીધો હતો બાદમાં રવિનો મિત્ર લોખંડનો પાઇપ લઈ આવ્યો હતો ત્યારબાદ તેને પાઇપ વડે બેફામ માર માર્યેા હતો અને બૂમાબૂમ કરતા રવિએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ બંને શખસો અહીંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ યુવાને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડતા તેના બંને પગમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું ત્યારબાદ તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech