BREAKING NEWS

ચૂંટણી પહેલા જશ્નઃ હળવદમાં ગુપ્ત દારૂની મહેફિલ માણતા આપ નેતા પર પોલીસ છાપો

  • April 17, 2026 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 1- નો માહોલ ગરમાયો છે એકબીજા પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું  છે.. ત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કહેવાતા બે નેતાઓ હળવદ તાલુકાના સુંદરગઢ પુલ પાસે હાઈવે પર ઘેડતી કારમાં જ દારૂની મહેફીલ માણતા પોલીસ ઝપટે ચડી ગયા હતા. પેટ્રોલિંગમાં રહેલી હળવદ પોલીસની ચાંપતી નજરે આ બેદરકારી પકડી પાડી અને તાત્કાલિકકાર્યવાહી કરવામાં આવી હતી. હળવદ પોલીસએ શંકાસ્પદ કારને રોકી તપાસ કરતાં અંદર બેઠેલા બંને વ્યક્તિઓ દારૂ પીતા હોવાની હકીકત સામે આવી હતી..સ્થળ પર જ બંનેને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે-હળવદ, (આમ આદમી પાર્ટીનાં ચરાડવા જીલ્લ । પંચાયતનાં પ્રભારી, વિકાસકુમાર વિજયકુમાર રહે- દિલ્હી (દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યકર, તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાન સભા વિસ્તારનાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી) સમાવેશ થાય છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા બે બોટલ ઈંગ્લિશ દારૂ, એક કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ૩,૨૨૦૦૦નાં મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને સામે પ્રોહિબિશન એકટ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સાફ સંદેશ આપ્યો છે કે કાયદો તોડનાર કોઈપણ હોય, પોલીસ તેની સામે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. સમગ્ર કામગીરીમાં હળવદ પીઆઈ આર ટી વ્યાસ તથા તમામ સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News