મૃતકની પત્ની અને બાળકો એ ઘેર પરત આવવા ની ના પાડતાં આપઘાત નું પગલું ભર્યું
જામનગર તાલુકા નાં નારણપર ગામમાં રહતા એક વાળંદ પ્રૌઢે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ પ્રૌઢના પત્ની તથા બાળકો બે મહિના પહેલાં રહેવા માટે જામનગર ચાલ્યા ગયા પછી પરત નારણપર આવવા રાજી થતાં નહી હોવા થી પ્રૌઢે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવા નું જાણવા મળ્યું છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં રહેતા બાબુભાઈ નામના વાળંદ પ્રૌઢે ગઈરાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ બે મહિના પહેલાં બાબુભાઈના પત્ની તથા તેમના બાળકો બાબુભાઈને નારણપર ગામમાં એકલા મૂકી રહેવા માટે જામનગર ચાલ્યા ગયા હતા. તે પછી પત્ની, બાળકોને પરત આવી જવા બાબુભાઈ સમજાવટ કરતા હતા અને ગઈકાલે પણ તેઓ સમજાવટ માટે જામનગર આવ્યા હતા.
તેઓની સમજાવટ પછી પણ તેમના પત્ની અને બાળકો નારણપર પરત આવવા માટે રાજી ન થતાં ગઈકાલે બાબુભાઈ પરત આવ્યા હતા અને તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech