પ્રશાંત કિશોરનો પીએમને લઈને મોટો દાવો મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં નબળા પીએમ

  • October 01, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જન સૂરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે) એ સોમવારે (30 સપ્ટેમ્બર) કહ્યું કે, નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં નબળા પીએમ છે. આ સાથે પીએમ મોદીની શક્તિ અને લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, મેં ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે તેમને ગમે તેટલી સીટો મળે, પરંતુ તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં નબળા પૂરવાર થશે, કારણ કે, લોકોએ છેલ્લા 10 વર્ષમાં તેમનું કામ જોયું છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારની જનતાએ 2014માં ભાજપ્ને 30થી વધુ સીટો આપી હતી. 2019માં 39 બેઠકો આપી. આ વખતે પણ તેઓ (ભાજપ) 30થી વધુ બેઠકો જીતી ગયા, પરંતુ બિહારના લોકોના જીવનમાં શું પરિવર્તન આવ્યું?
તેમણે આગળ કહ્યું કે, જો કંઈ બદલાયું નથી તો ચોક્કસ 2014 અને 2019 પછી પીએમ મોદીના સમર્થકોનો મોહભંગ થઈ ગયો હશે. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને શક્તિ બંનેમાં ઘટાડો થયો છે.
ચૂંટણી રણનીતિકારે કહ્યું કે, આગામી અઢી વર્ષમાં 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને પીએમ મોદીની લોકપ્રિયતા તેના પર જ નિર્ભર છે. તેમણે કહ્યું કે, જો પરિણામ ભાજપ્ની વિરુદ્ધ આવશે તો સરકારની સ્થિરતા પર સવાલો ઉભા થશે. જો ભાજપ્નું પ્રદર્શન સારું રહેશે તો તેમની તાકાત જળવાઈ રહેશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લઈને પણ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ છેલ્લા બે વર્ષમાં ઘણી મહેનત કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application