BREAKING NEWS

કોડીનારમાં શિક્ષણ મંત્રી ડો.પ્રધુમન વાજા દ્રારા પ્રગતિ પથ યાત્રા યોજાઈ

  • June 13, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત શિક્ષણમંત્રી પ્રધુમનભાઈ વાજાએ માઢવાડ બંદર, કોડીનાર નગરપાલિકા ગાર્ડન અને દેદાની દેવળી આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. ગીર સોમનાથ જિલ્લ ાના મત્સ્યોધોગમાં કોડીનાર તાલુકાનું માઢવાડ બંદર ખૂબ જ મહત્વનું અને નિર્ણાયક યોગદાન આપી શકે તેમ છે. અપાર તકોને લયમાં લઈ માઢવાડ બંદરમાં સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મંત્રીએ 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત બંદરની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. મંત્રીએ બંદરની કામગીરી, બ્રેકવોટર પોઈન્ટ, પહેલા તબક્કા અંતર્ગતની કામગીરી, કિલયરન્સ, મેમોરેન્ડમ, પ્રપોઝલ, પ્રોજેકટ વિસ્તરણ, માટીપુરાણ કામ, મટિરિયલ અંગેની ઉપલબ્ધતા અને કોટડા, વેલણ, છારા, સરખડી, મુળ દ્રારકા સહિતનાં દરિયાઇ વિસ્તારનાં સાગરખેડૂઓની બંદર સંબંધિત પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.વધુમાં વર્ષ ૨૦૨૪માં 'સીટી બ્યૂટીફિકેશન કોમ્પિટિશન' અંતર્ગત નગર પાલિકા શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી ચૂકેલા કોડીનાર નગરપાલિકા દ્રારા સંચાલિત .૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સ્વામી વિવેકાનદં પાર્કની મુલાકાત લઈ ગાર્ડન વિશે જાણકારી મેળવી હતી અને દેદાની દેવળી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મંત્રીએ પ્રાથમિક આરોગ્ય સેવા અને આયુર્વેદિક સારવારની જાણકારી મેળવી અને વધુ સારી રીતે ગ્રામજનોને વૈદિક ચિકિત્સાનો લાભ મળે એ દિશામાં માર્ગદર્શક સૂચનો કર્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application