રાજકોટવાસીઓને જલસા ! શુક્રવારે રજામાં પણ પ્રદ્યુમન પાર્ક ઝુ રહેશે ખુલ્લું

  • September 05, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. 


દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત ૭૫,૦૦૦ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં દરમિયાન શુક્રવાર આવતો હોવાથી તે દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.૦૮/૦૯/૨૦૨૩, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રહેશે. 

વધુમાં તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓને લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે વધારાના ટીકીટ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે, વાહન પાર્કિંગમાં અવગડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુલાકાતીઓ તથા સમગ્ર પાર્કની સુરક્ષા જળવાઈ રહે તે માટે વધારાના સુરક્ષા કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૫૦ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે નવ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


ઉપરાંત રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ તહેવારો દરમ્યાન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application