સાલારમાં દેખાશે પ્રભાસની ધમાકેદાર સ્ટાઈલ, બીજુ ટ્રેલર રિલીઝ

  • December 19, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજું ટ્રેલર રિલીઝ, થિયેટરમાં માહોલ બનાવવા ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર,સાલાર અને કેજીએફ વચ્ચે કંઈક ક્નેક્શન હોવાની જોરદાર ચર્ચા


સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આ ફિલ્મ 22 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. રિલીઝ પહેલા મેકર્સે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. સોમવારે મેકર્સે એક નવું ટ્રેલર રિલીઝ કર્યું, જેમાં પ્રભાસ ધમાકેદાર લુકમાં જોવા મળે છે.


પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ ‘સાલાર’ને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરથી થિયેટરોમાં આવવા જઈ રહી છે. રિલીઝ પહેલા મેકર્સે એક નવું ટ્રેલર વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં પ્રભાસની ધમાકેદાર સ્ટાઈલ જોઈ શકાય છે. ખરેખર થોડા સમય પહેલા મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, પરંતુ હવે નવું ટ્રેલર આવ્યું છે.


નવા ટ્રેલરમાં પ્રભાસની ધમાકેદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. તેની સાથે સાથે વીડિયોમાં પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસનની ઝલક પણ જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લાગે છે કે આ ફિલ્મ દ્વારા થિયેટરોમાં પ્રભાસ માહોલ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


ટ્રેલરની શરૂઆતમાં એક નાનો છોકરો દેખાય છે, જે ગુસ્સામાં એક દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગળ તે મેદાનમાં એક મોટા માણસ સાથે લડતો જોવા મળે છે. બીજી ક્ષણે આ વીડિયો બીજો વળાંક લે છે અને જે રીતે સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફમાં બેકગ્રાઉન્ડમાં સ્ટોરીચાલે છે, એ જ રીતે અહીં પણ એક વ્યક્તિનો જોરદાર અવાજ સંભળાય છે, જે સ્ટોરી સંભળાવી રહ્યો છે.


યશની ફિલ્મ કેજીએફને હોમ્બલ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી અને સાલાર પણ આ જ પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવી છે. લાંબા સમયથી ફેન થિયરીઓમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાલાર અને કેજીએફ વચ્ચે કંઈક ક્નેક્શન હોવું જોઈએ. હવે જ્યારે આપણે આ ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાં નેરેશન સાંભળીએ છીએ, ત્યારે તે અવાજ આપણને કેજીએફની યાદ અપાવે છે. હવે આ ફિલ્મનું ખરેખર કેજીએફ સાથે કોઈ કનેક્શન છે કે નહીં તે તો તેની રિલીઝ પછી જ ખબર પડશે.


ચાર દિવસ બાદ સાલાર થિયેટરોમાં રિલીઝ થશે, જ્યાં તે સીધી સ્પર્ધા શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી સાથે કરશે. ડંકી સાલારના એક દિવસ પહેલા એટલે કે 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યો છે, જેના માટે ફેન્સમાં ભારે ક્રેઝ છે. હવે બંનેમાંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર જીત મેળવે છે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application