શહેરના ગૌરવ પથ કાલાવડ રોડની અનેક સોસાયટીઓમાં ભરઉનાળે વીજ ધાંધિયા

  • April 13, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે અને પીજીવીસીએલ દ્રારા સ્માર્ટ મીટર પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડની સેંકડો સોસાયટીઓમાં હાલના ભર ઉનાળે આજની તારીખે વીજ ધાંધિયાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.
રાજકોટ શહેર વિસ્તાર કુદકે આને ભુસકે આગળ વધી રહ્યો છે. તેમાં કાલાવડ રોડ ઉપર છેક ન્યારી ડેમ અને ડ્રાઇવ ઇનથી પણ આગળ ભદ્ર વર્ગની સેંકડો સોસાયટીઓ, જુદી જુદી આવાસ યોજનાઓ પણ અસ્તિત્વમાં આવી છે. જે રલ સર્કલ ના યોતિગ્રામ ફીડર હેઠળ સમાવવામાં આવી છે. તેમાં અગાઉ સીબીઆઇ યોતિગ્રામ ફીડરનું વિભાજન કરીને છેલ્લા બે ત્રણ વર્ષથી નવો શીતવન યોતિ ગ્રામ ફીડર ચાલુ કરવામાં આવ્યો છે, તેમ છતાં ગ્રાહકોની વીજ મુશ્કેલીનો અતં આવતો નથી. આ ફીડર હેઠળની કૈલાશ પાર્ક, હરિ ઓમ રેસિડેન્સી, સ્ટાર લાઈફ સ્ટાઈલ, શીતવન સોસાયટી, દર્શના પાર્ક સોસાયટી, સોનલ પાર્ક, ગાયત્રી પાર્ક, પામ વ્યૂ, તીર્થ ટાવર, સિદ્ધિ પાર્ક, સૃષ્ટ્રિ સોસાયટી, સુવિધા પાર્ક, તીર્થ ફાર્મ, અર્જુન પાર્ક, માઉન્ટ વિલા, ડ્રાઈવ ઇન પાર્ક, પંચશીલ પાર્ક, કાદંબરી પાર્ક, સહજાનદં વાટિકા, આશુતોષ પાર્ક, બેલે વ્યુ, સવન સ્પ્લેન્ડર, વર્ધમાન વિહાર, આરકે એલીગન્સ, પ્રાર્થના એપાર્ટમેન્ટ, પ્રતિા એપાર્ટમેન્ટ, સફલ ડ્રીમ, રાજદીપ એપાર્ટમેન્ટ, અધિાન એપાર્ટમેન્ટ, સફલ સ્પ્રિંગ, સફલ વ્યુ, પામ વિલા સહિતની અનેક સોસાયટીઓમાં અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તેમજ અન્ય કિસ્સામાં દિવસમાં બે થી ત્રણ વખત વીજળી ગુલ થતી હોવાથી ગ્રાહકો શહેરમાં રહેતા હોવા છતાં ગામડા જેવી વીજળી વિનાની યાતના ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં વીજફોલ્ટની કમ્પ્લેન હોય તો રોણકી સબ ડિવિઝનની ટુકડીએ મોરબી રોડ, જામનગર રોડ, નવો રિંગરોડ, કાલાવડ રોડ વિંધીને વિસ્તારમાં પહોંચવું પડે છે, જેમાં અતિ ટ્રાફિકને કારણે દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે, આ ઉપરાંત ટુકડીને વિશાળ વિસ્તારમાં ફોલ્ટ શોધતા પણ ખાસ્સો સમય લાગતો હોય આ વિસ્તારના હજારો વીજ ગ્રાહકોને વીજળીની ભારે હાડમારી ભોગવવી પડે છે. આ તકે આ વિસ્તારને રલ સર્કલ હેઠળના રોણકી સબ ડિવિઝનના યોતિગ્રામ ફીડરમાંથી અલગ કરી સિટી સર્કલમાં ભેળવીને લોકોને છાશવારે વીજળી ખોરવાવાની યાતનામાંથી મુકત કરવા માગણી ઉઠી છે

૩૨ જયોતિ ગ્રામ ગામો, ૩૯ ગામોની ખેતીવાડી સાથે કાલાવડ રોડની સોસાયટીઓનો સમાવેશ
રાજકોટ રલ સર્કલ હેઠળના રોણકી સબ ડિવિઝનમાં વાંકાનેરના કોટડા નાયાણીથી શ કરી પડધરી તાલુકાના બાધી, રાજકોટ તાલુકાના કણકોટ ઈશ્વરીયા નાની અમરેલી સહિતના વચ્ચે આવતા ૩૨ ગામો અને ૨૯ ગામોના ખેતીવાડી વિસ્તારોને આવરી લેતા ૫૦૦ થી વધુ કિલોમીટર ક્ષેત્રફળમાં કાલાવડ રોડની ભદ્ર વર્ગની સોસાયટીઓનો પણ સમાવેશ કરવામાં આવતા, આટલા વિશાળ વિસ્તારમાં સબ ડિવિઝનની ફોલ્ટ ટુકડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતા કલાકોનો સમય લાગે છે. આમ રોણકી સબ ડિવિઝનના ૫૦૦ કિલોમીટરથી વધુ ક્ષેત્રફળને કારણે આખા સબ ડિવિઝનના ગ્રામીણ અને શહેરી તમામ ગ્રાહકોએ વીજળી વિના કલાકો સુધી યાતના સહન કરવી પડે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News