સલાયામાં વીજ ધાંધિયા અવિરત

  • October 04, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારંવાર લાઈટ જતી હોઈ લોકોને પડતી મુશ્કેલી અંગે કરાતી રજૂઆત


સલાયા ગામમાં લાઇટનો પ્રશ્ન ખૂબ વધી ગયો છે, દિવસ દરમ્યાન અનેક વાર લાઈટ ચાલી જાય છે. કોઈ એક વિસ્તારમાં લાઈટ ફોલ્ટ થાય તો આખા ગામની લાઈટ બંધ કરવામાં આવે છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધંધાદારી લોકોને પણ ધંધા રોજગારમાં આની માઠી અસર પડે છે. આ ગરમીના લીધે પણ વડીલો બહેનો બધા હેરાન થાય છે. આં બાબતે યોગ્ય નિરાકરણ આવે એ માટે સલાયાના યુવાનો અવેસ બ્લોચ, શબિર ભોક્લ તેમજ હાસમ ગજિયાએ પિજીવિસીએલ ખંભાળિયામાં લેખિત રજૂઆત કરી છે, અને આ પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application