અદાણી જૂથની કંપની અદાણી પાવરે વીજપુરવઠો ઘાટી દેતા બાંગ્લાદેશમાં વીજસંકટ ઊભું થયું છે. જેના કારણે બાંગ્લાદેશની સરકારે અદાણી જૂથની બાકી નીકળતી રકમનું ચૂકવણું ઝડપી બનાવ્યું છે. અદાણી પાવરની બાંગ્લાદેશની સરકાર પાસેથી ૮૦ કરોડ ડોલર જેટલી રકમ બાકી નીકળે છે, જેની ચૂકવણીમાં ઢીલ થતાં અદાણીએ તેનો વીજપુરવઠો અડધો કરી નાખ્યો હતો.
અદાણી જૂથ બાંગ્લાદેશની કુલ વીજજરિયાતના લગભગ ૧૦ ટકા જેટલો હિસ્સો પૂરો પાડે છે. બે વરિ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે અદાણી જૂથની બાકી નીકળતી રકમની આંશિક ચૂકવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશ પાવર ડેવલ્પમેન્ટ બોર્ડના (બીપીડીબી) એક અધિકારીએ જણાવ્યું, ચૂકવણીમાં જે સમસ્યા હતી, તેને અમે દૂર કરી છે. અમે અદાણી ગ્રૂપને ૧૭ કરોડ ડોલરની (લગભગ એક હજાર ૪૩૦ કરોડ પિયા) લેટર આફ ક્રેડિટ ઇસ્યુ કરી દીધી છે.
અદાણી જૂથ દ્રારા પૂર્વ ભારતના ૧૬૦૦ મેગાવોટ પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડવામાં આવે છે. બીબીસીએ પ્રતિક્રિયા મેળવવા માટે કંપનીનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ નથી આપ્યો.
બાંગ્લાદેશી અધિકારીઓના કહેવા પ્રમાણે, જો ગુવાર (૭મી નવેમ્બર) સુધીમાં બાકી નીકળતી રકમ ચૂકવવામાં ન આવે તો કંપનીએ બાંગ્લાદેશને આપવામાં આવતો વીજપુરવઠો અટકાવી દેવાની વાત કહી છે. જેના કારણે અગાઉથી જ વીજસંકટનો સામનો કરી રહેલા બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે બીપીડીપીના અધિકારીઓનું કહેવું છે, વીજપુરવઠો સંપૂર્ણપણે બધં થઈ જાય એવી સ્થિતિ આવે એમ નથી લાગતું.
બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ધીમે–ધીમે અને નિયમિત ચૂકવણી કરતા રહેશે. તેમને વિશ્વાસ છે કે ચૂકવણાના સંકટમાંથી પાર ઊતરી જશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના ઊર્જા સલાહકાર ફોઝુલ કબીર ખાનના કહેવા પ્રમાણે, ચૂકવણી વધારી દેવામાં આવી હોવા છતાં વીજપુરવઠાની આપૂર્તીમાં ઘટાડો કરવામાં આવતા અમને આંચકો લાગ્યો છે અને આશ્ચર્ય થયું છે. અમે ચૂકવણું કરવા માટે તથા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ, પરંતુ કોઈ વીજઉત્પાદક અમને બાનમાં લે કે બ્લેકમેલ કરે, એવું નહીં થવા દઈએ.
તેમનું કહેવું છે કે બાંગ્લાદેશે તેની ચૂકવણીમાં ઉત્તરોત્તર વધારો કર્યેા છે. જુલાઈ મહિનામાં ૩૫ મિલિયન ડોલર (અંદાજે . ૨૯૫ કરોડ), સપ્ટેમ્બરમાં ૬૮ મિ. ડોલર (લગભગ . ૫૭૨ કરોડ) અને ૯૭ મિલિયન ડોલર (. ૮૧૬ કરોડ આસપાસ) ચૂકવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વીજ કટોકટીની સ્થિતિ પ્રવર્તી રહી છે, જેની સૌથી વધુ અસર દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech