રાજકોટ-મોરબી રોડ પર રતનપર નજીક પુરપાટ ઝડપે જતી કારેએ બાઇકને ઠોકરે લેતા બાઈક સવાર આધેડનુ ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. આધેડ કોઠારીયામાં પોસ્ટમેન્ટ તરીકે નોકરી કરતા હોવાથી સવારે મોરબીથી કોઠારીયા નોકરીએ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસોયટીમાં આવેલા શિવમ હાઈટ્સમાં રહેતા રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણી (ઉ.વ.54) નામના આધેડ ગઈકાલે સવારે પોતાનું મોટરસાઇકલ લઈ મોરબીથી કોઠરીયા જતા હતા ત્યારે રતનપર અને હડાળા વચ્ચે પુરપાટ ઝડપે આવતી કારએ મોટરસાઈકલને ઠોકરે લેતા આધેડ રોડ પર પટકાતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઈ કોઠારીયા ગામની પોસ્ટઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા હતા. સંતાનમાં બે પુત્ર છે. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કારચાલક સામે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના આકાશમાં રાત્રે અજીબ રોશની દેખાય હોવાની ગ્રામજનોની વાત
May 13, 2025 12:28 PMસોની રાઝદાનના કર્યા આલીયાએ ભોગવવા પડ્યા,નાગરિકતા પર ઉઠ્યા સવાલ
May 13, 2025 12:19 PMફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech