રાજય ચૂંટણી પંચમાં આસિ. કમિશનરોની ખાલી પડેલી ત્રણ જગ્યા પર પોસ્ટિંગ થયા

  • November 29, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતો, ૯૪ નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ઓબીસી અનામતના ટકાવારીના વિવાદના કારણે લાંબા સમયથી અટકેલી ચૂંટણીઓ હવે ડિસેમ્બર માસના અતં સુધીમાં યોજવાની તૈયારી રાય ચૂંટણી પંચમાં ચાલી રહી છે. ગયા પખવાડિયે ૯૪ નગરપાલિકાઓમાં પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરોની ચૂંટણી અધિકારીઓ તરીકે તથા મામલતદારોને આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારીઓ તરીકે નિમણૂક કરાયા પછી ગઈકાલે મોડી સાંજે રાય ચૂંટણી પંચમાં આસિસ્ટન્ટ ઇલેકશન ઓફિસરોની ખાલી પડેલી ત્રણ જગ્યાઓ ભરી દેવામાં આવી છે.
ગુજરાતના રાયપાલના નામે જાહેર કરાયેલા આ નોટિફિકેશનમાં ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા વી. બી. ખરાડી, ગાંધીનગર ખાતે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની કચેરીના બળદેવભાઈ લમણભાઈ દેસાઈ અને આરોગ્ય વિભાગમાં રિકવરીની જવાબદારી સંભાળતા રામુભાઈ ગણપતભાઈ ચાવડાને આસિસ્ટન્ટ ઇલેકશન કમિશનર તરીકેના પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં જે ૯૪ નગરપાલિકાઓમાં સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજવાની છે તેમાં ૧૫ માં પેટા ચૂંટણી અને ૭૯માં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર્રમાં ૪૩ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ યોજવામાં આવશે. સૌરાષ્ટ્ર્ર કચ્છની નગરપાલિકાઓની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ દુધરેજ લીમડી પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર જામનગર જિલ્લામાં ધ્રોલ કાલાવડ અને જામજોધપુર અમરેલી જિલ્લામાં લાઠી ચલાલા રાજુલા જાફરાબાદ અમરેલી સાવરકુંડલા અને દામનગર દ્રારકા જિલ્લામાં સલાયા ભાણવડ દ્રારકા મોરબી જિલ્લામાં ટંકારા હળવદ વાંકાનેર અને માળિયા રાજકોટ જિલ્લામાં જેતપુર નવાગઢ ધોરાજી ઉપલેટા ભાયાવદર જસદણ જુનાગઢ જિલ્લામાં માંગરોળ માણાવદર બાટવા વંથલી ચોરવાડ વિસાવદર કચ્છ જિલ્લામાં ભચાવ રાપર નખત્રાણા ભાવનગર જિલ્લામાં સિહોર તળાજા અને ગારીયાધારનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application