ચૂંટણી પંચે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આવશ્યક સેવા હેઠળ ગણીને જો પત્રકારો ઇચ્છતા હોય તો તેમને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રથમ વખત છૂટ આપી છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લામાંથી એક પણ પત્રકારે નિયત સમય મર્યાદામાં હજુ સુધી ફોર્મ ભર્યું નથી. એક પત્રકારે આ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને માહિતી ખાતાની કચેરીએ ફોર્મ ભરવા માટે ગયા હતા. પરંતુ તે સાપ્તાહિકના પત્રકાર હતા અને તેની પાસે સરકારનું એક્રેડીટેશન કાર્ડ પણ ન હોવાથી તેની પાસે ફોર્મ ભરવામાં આવ્યું ન હતું.
મીડીયા ઉપરાંત બીએસએનએલ રેલવે આરોગ્ય પીજીવીસીએલ દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નાગરિક ઉડ્ડયન ફાયર બ્રિગેડ ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સની સેવા સહિત બાર પ્રકારની સેવાને આવશ્યક ગણી તેના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ ની છૂટ આપવામાં આવી છે. મીડિયા કર્મચારીઓ જો નવી વ્યવસ્થામાં જોડાવા માંગતા હોય તો તેમણે માહિતી ખાતા મારફતે ફોર્મ નંબર ૧૨- ડી ભરીને આપવાનું હોય છે. તેમાં રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર પત્રકારોને કયા દિવસે કયા સ્થળે કેટલા સમયગાળા દરમિયાન મતદાન કરવાનું રહેશે તેની વિગતો મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અત્યાર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરનાર વ્યક્તિને તેના ઘરના સરનામે પોસ્ટલ બેલેટ મળી જતા હતા અને ટપાલ મારફતે મતપત્રક મોકલી આપતા હતા. પરંતુ ચૂંટણીપંચે આ વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે અને દરેકે ફરજિયાત રીતે તાલીમના સ્થળે જ મતદાન કરવાનો નિયમ જાહેર કર્યો છે. આ નિયમના કારણે હવે ઘરે બેઠા મતદાનની સિસ્ટમ નીકળી ગઈ છે.
પત્રકારોના જણાવ્યા મુજબ મતદાન મથકે એક વખત ધક્કો ખાવાથી જે વાત પતી જાય છે તે નવી વ્યવસ્થામાં એકથી વધુ ધકકા અને પ્રોસિજર વધી જતી હોવાથી જૂની વ્યવસ્થામાં જ મતદાન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech