સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15 જુલાઈ થી પરીક્ષાનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં કોલેજો ખુલ્યાના બીજા જ દિવસથી પરીક્ષા લેવાયા પછી હવે બીજા તબક્કામાં તારીખ 15 જુલાઈ થી જુદા જુદા 24 કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અનુસ્નાતક કક્ષાની આ પરીક્ષામાં બીએ, બીકોમ અને એમએએમકોમના સેમેસ્ટર 4,6 અને 7 ની પરીક્ષા લેવામાં આવનારી છે. પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરના 12- 30 સુધીનો અઢી કલાકનો રાખવામાં આવ્યો છે.
બી.એમાં રેગ્યુલર- એક્સટર્નલ સેમેસ્ટર 6 બી એસ ડબલ્યુ સેમેસ્ટર 6 એમ.એ તમામ સેમેસ્ટર બીબીએ સેમેસ્ટર 6 બીએચટીએમ સેમેસ્ટર સાત બીકોમ સેમેસ્ટર 6 એમકોમ સેમેસ્ટર ચાર બીસીએ બીએસસી આઈટી બીએસસી સેમેસ્ટર 6 સહિતની પરીક્ષાઓ લેવામાં આવશે.
15 જુલાઈથી શરૂ થતી આ પરીક્ષાઓ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી અટકાવવા માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં જ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકારી હોસ્પિટલના ડોક્ટર કમલભાઈ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે. તેમના માટે આ પ્રથમ પરીક્ષા છે. જોકે અગાઉ 2018 માં તેમણે થોડા સમય માટે ઇન્ચાર્જ કુલપતિની જવાબદારી સંભાળી હોવાથી આ અંગેનો અનુભવ છે. આવી જ રીતે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપીને લાઇબ્રેરીયન તરીકેની પોતાની મૂળભૂત જવાબદારી સ્વીકારી છે અને હવે તે પરીક્ષા નિયામકના ચાર્જમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર યુનિ.માં બે માસના વિલબં પછી એકસટર્નલ કોર્સને લીલી ઝંડી
January 24, 2025 11:10 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સરવેની કામગીરી હાથ ધરાશે
January 24, 2025 11:09 AMસહકારી મંડળીઓમાં ભરતીના નિયમો ઘડવા સરકારને હાઈકોર્ટે કરેલો આદેશ
January 24, 2025 11:09 AMધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો
January 24, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech