શાકભાજીના ભાવ ફુગાવામાં મુખ્ય ભૂમિકા ભજવતા ડુંગળી, ટામેટા અને બટાકાનું ઉત્પાદન ચાલુ વર્ષમાં વધવાની ધારણા છે. કૃષિ મંત્રાલયે 2024-25 માટેના તેના પ્રથમ અંદાજમાં જણાવ્યું હતું કે, 25 જૂનના રોજ પૂરા થતા વર્તમાન પાક વર્ષમાં ડુંગળીનું ઉત્પાદન 19 ટકા વધીને 288.77 લાખ ટન થઈ શકે છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 242.67 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટામેટાનું ઉત્પાદન લગભગ 215.49 લાખ ટન થઈ શકે છે, જે એક વર્ષ પહેલાના 213.23 લાખ ટન કરતા 1.06 ટકા વધારે છે. ચાલુ પાક વર્ષમાં બટાકાનું ઉત્પાદન 595.72 લાખ ટન થવાની ધારણા છે, જે એક વર્ષ પહેલા કરતા 25.19 લાખ ટન વધુ છે. શાકભાજીનું કુલ ઉત્પાદન એક વર્ષ પહેલાના 2,072.088 લાખ ટનથી વધીને 2,145.63 લાખ ટન થઈ શકે છે.
અંદાજ મુજબ, ફળોનું કુલ ઉત્પાદન 2.48 લાખ ટન વધીને 1,132.26 લાખ ટન સુધી પહોંચી શકે છે. કેરી, દ્રાક્ષ અને કેળાના ઉત્પાદનમાં વધારો થવાને કારણે આ વૃદ્ધિ શક્ય બની છે. બાગાયતી પાકોનું ઉત્પાદન 176.66 લાખ ટનથી વધીને 179.37 લાખ ટન થવાની ધારણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech