અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન આ કાયદાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો, જેના હેઠળ દેશમાં જન્મેલા કોઈપણ વ્યકિતને આપોઆપ અમેરિકન નાગરિકતા મળી જાય છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ આ કાયદાને રદ્દ કરવા માટે પગલાં લેશે.
નાગરિકતા સંબંધિત આ પગલું ટ્રમ્પ માટે ઘણું સરળ હશેપરંતુ જો તેઓ આ નિયમને બદલવામાં સફળ થાય છે, તો તેની લાંબા ગાળાની અસર શું થશે? ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો પર આની શું અસર થશે? આ અધિકાર અમેરિકી બંધારણના ૧૪મા સુધારા હેઠળ આપવામાં આવ્યો છે, જેના કારણે દેશની સીમામાં આવતા વિસ્તારમાં જન્મેલા દરેક વ્યકિતને આપોઆપ અમેરિકન નાગરિકતા મળી જાય છે પછી ભલે તેના માતા–પિતા કોઈ પણ નાગરિક હોય.
ટ્રમ્પે કહ્યું કે તેઓ જન્મથી નાગરિકતાના નિયમમાં પણ ફેરફાર કરશે. ટ્રમ્પે કહ્યું કે આપણે તેને ખતમ કરવું પડશે. અન્ય દેશોમાં આ વલણ નથી. તેમણે કહ્યું કે આવા નિયમથી દેશની સિસ્ટમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને અમેરિકન નાગરિક બનવા માટેના ધોરણો થોડા કડક હોવા જોઈએ. ટ્રમ્પ અને તેમના સમર્થકોનું કહેવું છે કે આ નિયમ બર્થ ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. આ હેઠળ માતાપિતા તેમના બાળકોના જન્મ માટે અમેરિકા જાય છે, જેથી તેઓ અમેરિકન નાગરિકતા મેળવી શકે. ટ્રમ્પ કહે છે કે તેઓ પરિવારોને તોડવા માંગતા નથી, તેથી તેઓ સમગ્ર પરિવારોને તેમના દેશમાં પાછા મોકલવાના પક્ષમાં છે. રિપબ્લિકન નેતાએ દાવો કર્યેા હતો કે અમેરિકા એકમાત્ર એવો દેશ છે યાં આ નિયમ છે. જો કે તેમનો દાવો ખોટો છે કારણ કે વિશ્વના અન્ય ૩૪ દેશોમાં પણ આ નિયમો છે.
ટ્રમ્પનું આ વચન તેમના માટે ફાંસો પણ બની શકે છે. અમેરિકાના બંધારણને બદલવાના નિયમો ખૂબ જ કડક છે. સંસદ અને રાયો દ્રારા આ નિયમોમાં ફેરફાર કરવો અમેરિકન રાષ્ટ્ર્રપતિઓ માટે મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. રાયની વિધાનસભાઓથી લઈને સંસદના બંને ગૃહો સુધી પડકારો આવી શકે છે. ૨૦૨૨ની યુએસ સેન્સસના પ્યુ રિસર્ચના વિશ્લેષણ અનુસાર, અમેરિકામાં લગભગ ૪૮ લાખ ભારતીયો રહે છે. તેમાંથી ૩૪ ટકા એટલે કે ૧૬ લાખ આ દેશમાં જ જન્મ્યા છે. આ લોકો હાલના કાયદા હેઠળ અમેરિકાના નાગરિક બન્યા છે. જો ટ્રમ્પ આ કાયદો નાબૂદ કરશે તો ૧૬ લાખ ભારતીયો પ્રભાવિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech