રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજય સરકાર દ્રારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના તાબડતોબ કરવામાં આવી હતી અને આ ટીમના સભ્યને ઘટનાનો ૭૨ કલાકમાં પ્રાથમિક અહેવાલ આપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોર બાદ સીટ દ્રારા દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને સોંપી દેવાયો હોવાનું જાણવા મળે છે. આ રિપોર્ટમાં રાજકોટ મહાપાલિકા, રાજકોટ પોલીસ તથા માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી હોવાનો ઉલ્લ ેખ થયાનું તેમજ કેટલાક અધિકારીઓ પર શિક્ષાત્મક પગલા લઈ શકાય તેવો નિર્દેશ કરાયો હોવાનું જાણવા મળે છે. આ રિપોર્ટ આધારે કદાચ જો હવે સરકાર કડક વલણ અપનાવવા કે દાખલારૂપ તપાસ દર્શાવવા માગતી હશે તો ઘણા ખરા અધિકારીઓ પણ આરોપી બને તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.
રાજકોટના કાલાવડ રોડ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે બપોર બાદ આગ ભભૂકી હતી અને અંદર રહેલા બાળકો–મોટેરાઓ તેમજ ગેમ ઝોનના કર્મચારીઓ મળી ૩૦થી વધુ વ્યકિતઓના મોત થતાં રાયભરમાં ભારે અરેરાટી સાથે ચકચાર જાગી હતી. સરકારી તંત્રની બેદરકારી કે સરકારની વારંવાર આવી ઢીલી નીતિ સામે રોષ પણ ઉભર્યેા હતો. કાયમી મુજબ આવી દુર્ઘટનાઓમાં સરકાર તાત્કાલિકપણે સીટની જાહેરાત કરી દેતી હોય તે પ્રમાણે રાજકોટના અિકાંડમાં પણ સીટની જાહેરાત કરાઇ તેમાં તપાસ કમિટીના વડા તરીકે આઈપીએસ સુભાષ ત્રિવેદી ઉપરાંત અન્ય સભ્યોમાં આઈએએસ બંછાનિધિપાની અને એફએસએલના ડાયરેકટર અમદાવાદના ફાયર વિભાગના અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડેટ સહિત પાંચ સભ્યોની કમિટી બનાવી હતી. તેઓ શનિવારે રાત્રે જ તપાસ અર્થે રાજકોટ આવી પહોંચ્યા હતા. સરકાર દ્રારા જાહેર કરાયેલી પાંચ સભ્યોની સીટને દુર્ઘટનાનો ૭૨ કલાકની અંદર પ્રાથમિક રિપોર્ટ આપવા માટે અને સમગ્ર તપાસ રિપોર્ટનો અહેવાલ ૧૦ દિવસમાં આપવા આદેશ કરાયો હતો.
તપાસનીશ સીટની ટીમ રાજકોટમાં ત્રણ દિવસ રોકાઈ હતી, મહાપાલિકા, પોલીસ અને માર્ગ મકાન વિભાગના ૪૦થી વધુ અધિકારીઓ–કર્મચારીઓ તેમજ ગેમ ઝોનના વ્યકિતઓના નિવેદનો નોંધ્યા હતા, પૂછપરછ કરી હતી. સીટના પ્રારંભિક તારણ મુજબ સરકાર દ્રારા સોમવારના રોજ કોર્પેારેશનના ત્રણ, પોલીસ વિભાગના બે અને માર્ગ મકાન વિભાગના બે મળી કુલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગઈકાલે રજૂ થયેલા રિપોર્ટમાં સીટ દ્રારા ત્રણેય જવાબદાર તંત્રના અધિકારીઓની ગંભીર બેદરકારી હોવાનો ઉલ્લ ેખ કરાયો છે. કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ મુકવામાં આવ્યા છે. સીટે પોલીસ કમિશનર દ્રારા ગેમ ઝોનને જે લાઈસન્સ અપાયું તેના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ લાઈસન્સની સ્પષ્ટ્રપણે એવી ગંભીર બેદરકારી બહાર આવી છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્રારા ફાયર એનઓસી, પીજીવીસીએલનો રિપોર્ટ આવી કોઈ અન્ય વિભાગની મંજૂરી લેવાઈ ન હતી અને કાગળ પરની કાર્યવાહીના આધારે લાઈસન્સ ઈશ્યુ કરી દેવાયું હતું.
સીટે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને રિપોર્ટ રજૂ કરી દીધો છે. કદાચ આજે આ રિપોર્ટના આધારે કંઈક નવા–જૂની થઈ શકે. સસ્પેન્ડેડ સાતેય અધિકારીઓને હજુ ક્રાઈમ બ્રાંચમાં બેસાડી રખાયા છે. કદાચિત ગાંધીનગરથી આજે અધિકારીઓ સામે ગુનો નોંધવાનો આદેશ છૂટે તો જવાબદાર અધિકારીઓ પણ આરોપીઓના કઠેરામાં આવી શકે તેવી સંભાવના છે. પરંતુ હવે આખરી નિર્ણય ગાંધીનગરથી લેવાઈ તેના પર સ્થાનિક લેવલનો મદાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech