મહારાષ્ટ્ર્રના ઉલ્હાસનગર પોલીસે પોર્ન સ્ટાર રિયા બર્ડેની ધરપકડ કરી છે. રિયાને ભારતીય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આરોહી બર્ડે અને બન્ના શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિયા બર્ડે પર નકલી દસ્તાવેજો દ્રારા ભારતમાં રહેવાનો આરોપ છે અને આ આરોપને કારણે તેની ઉલ્હાસનગર સ્થિત હિલ લાઇન પોલીસે ધરપકડ કરી છે.
આ મામલે આઈપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૯, ૩૪ અને ૧૪ એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રિયા પર આરોપ છે કે તે બાંગ્લાદેશી મૂળની છે અને તેની માતા, ભાઈ અને બહેન નકલી દસ્તાવેજો બનાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશી હોવા છતાં રિયાની માતાએ ભારતીય દસ્તાવેજો મેળવવા માટે અમરાવતીના એક વ્યકિત સાથે લ કર્યા હતા.
હાલમાં પોલીસે આ કેસમાં રિયા સિવાય તેની માતા અંજલિ બર્ડે ઉર્ફે બી શેખ, પિતા અરવિંદ બર્ડે, ભાઈ રવિન્દ્ર ઉર્ફે રિયાઝ શેખ અને બહેન રીતુ ઉર્ફે મોની શેખને પણ આરોપી બનાવ્યા છે. હિલલાઇન પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી રિયા ઘણા પ્રોડકશન હાઉસ સાથે સંકળાયેલી હતી અને તેણે ઘણી પોર્ન ફિલ્મોમાં કામ કયુ હતું. આ સિવાય રિયા પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આરોહીના નામથી પણ જાણીતી છે.
સમગ્ર કેસની તપાસ કરનાર પોલીસ સબ–ઇન્સ્પેકટર સંગ્રામ મલકરે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે રિયાની માતા અંજલી બાંગ્લાદેશની રહેવાસી છે અને તે તેની બે પુત્રીઓ રિયા અને પુત્ર સાથે ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. પશ્ચિમ બંગાળની હોવાનો દાવો કરીને રિયાની માતાએ અમરાવતીના રહેવાસી અરવિંદ બર્ડે સાથે લ કર્યા અને બાદમાં પોતાના અને તેના બાળકો માટે નકલી જન્મ પ્રમાણપત્ર અને અન્ય નકલી દસ્તાવેજો બનાવીને ભારતીય નાગરિકનો પાસપોર્ટ મેળવ્યો, જેથી તે પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે.
પોલીસને જાણવા મળ્યું કે રિયાના માતા અને પિતા બંને હાલમાં કતારમાં રહે છે, યારે પોલીસ તેના ભાઈ અને બહેનને પણ શોધી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે રિયાને અગાઉ મુંબઈ પોલીસે ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ વેશ્યાવૃત્તિ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો યારે રિયાના મિત્ર પ્રશાંત મિશ્રાને ખબર પડી કે તે મૂળ બાંગ્લાદેશની છે અને ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે. તેણે તેના વિશે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારબાદ પોલીસે તેના દસ્તાવેજોની તપાસ કરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech