પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ રિપેરિંગના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કાર્યને કારણે પોરબંદર–કાનાલુસ અને કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેનો પ્રભાવિત થશે. રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ ટ્રેનો ગોપ જામ અને કાનાલુસ સ્ટેશનો વચ્ચે 25 જાન્યુઆરી, 2026 સુધી આંશિક રીતે રદ રહેશે.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનોની વિગત:
1) ટ્રેન નંબર 59206 (પોરબંદર–કાનાલુસ લોકલ): તારીખ 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી પોરબંદરથી ઉપડતી આ ટ્રેન ગોપ જામ સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન ગોપ જામ થી કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 59205 (કાનાલુસ–પોરબંદર લોકલ): તારીખ 31 ડિસેમ્બર, 2025 થી 25 જાન્યુઆરી, 2026 સુધી આ ટ્રેન કાનાલુસને બદલે ગોપ જામ સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન કાનાલુસ થી ગોપ જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પરિચાલનમાં થયેલા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોની સ્થિતિ વિશે સચોટ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરી શકે છે.