નડિયાદ ખાતે યોજાયેલી અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં પોરબંદરને ૧૧ મેડલ મળ્યા છે.
નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બે દિવસીય અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પોરબંદરના ખેલાડીઓએ પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૧ મેડલ જીત્યા છે.
૭ સપ્ટેમ્બર અને ૮ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે સમગ્ર ગુજરાતમાંથી માસ્ટર એથ્લેટિકસ ૩૦ વર્ષથી ઉપર અને ૯૦ વર્ષથી ઉપરના ૪૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદરના આઠ ખેલાડી ભાઇઓએ આ વિવિધ રમતોમાં ભાગ લઇ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
જેમાં જે.પી.મોઢવાડીયા એ ઉંચી કૂદમાં ગોલ્ડ મેડલ, વાંસકૂદમાં સીલ્વર મેડલ, વિનોદ માકડીયા- ઉંચીકૂદમાં ગોલ્ડ મેડલ, લંગડીફાળ કૂદ-ગોલ્ડ મેડલ, વાંસકુદમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તથા કેશુભાઇ વાઘે બરછીફેંકમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. પ્રેમજી પોસ્તરીયા- હાઇજંપમાં ગોલ્ડ મેડલ અને ૧૫૦૦ મીટરની દોડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. ડો. ભાલીયાએ ગોળાફેંકમાં ગોલ્ડ મેડલ અને ૧૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોટડીયા રાજેશે - લંગળી ફાળકૂદમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. તમામ ખેલાડીઓ આગામી દિવસોમાં ત્રિવેન્દ્રમ ખાતે રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે તેમ જણાવવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech